હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ માનસીંગ ભાઈ પરમાર બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું અને સાથો સાથ માનસીંગભાઈ પરમાર ખુબ આગળ વઘે અને ભારતીય જનતા પાટી ને વઘુ મા વઘુ મજબુત કરે અને આપણા દેશ ના યશશ્વી પ્રઘાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એ દેશ મા વિકાસ ની ગાથા ની શરૂઆત કરી છે એને ખુબ મજબુતી મળે એવી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રંસેગે વેરાવળ સમસ્ત હાડિ સમાજ અઘ્યક્ષ નોટરી એડવોકેટ અમુતાબેન અખીયા તથા વેરાવળ હાડિ સમાજ પ્રમુખ કાનજી ભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જીલ્લા અનુસુચીત જાતી મોરચા ના ઉપપ્રમુખ અને તકેદારી સભ્ય બચુભાઈ રાઠોડ તથા F.C.I ડાયેકટર કાંતીભાઈ ચુડાસમા, હાડિ સમાજ આગેવાન બાબુ ભાઈ વાજા, હાડિ સમાજ આગેવાન રામજીભાઈ અખીયા તથા નાનજી ભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ