લીમખેડા તાલુકા ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ     શ્રાવણ મહિના ના પવિત્ર દિવસે પાણીયા મુકામે પ્રભાતસિંહ ના નિવાસ સ્થાને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં લીમખેડા તાલુકા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અમૃતભાઈ પ્રજાપતિ લીમખેડા તાલુકાના સંયોજક હિંમતભાઈ બારીયા, અશોકભાઈ, ગોવિંદભાઈ પટેલ, રૂપસિંહભાઇ, ઝવેરભાઈ વગેરે ટોળી દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિજનભાઈઓ બહેનો યુવાનો અને સ્નેહીજનોએ ખૂબ ભક્તિ ભાવપૂર્ણ અને ઉત્સાહથી ભાગ લીધો તેમજ ગાયત્રી મંત્ર ની તેમજ મહામૃત્યુંજય મંત્ર ની આહુતિ આપવામાં આવી. ટોલી નાયક અમૃતભાઈ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ પણ આપવામાં આવ્યો અને…

Read More

શ્રાવણ કૃષ્ણ નવમી પર સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રાવણ કૃષ્ણ નવમી પર સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર સફેદ તલ વડે શૃંગાર કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં તલને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવે છે. એટલે જ યજ્ઞ તેમજ ધાર્મિક વિધિમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ તલ શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. સોમનાથ મહાદેવના તલ શૃંગાર દ્વારા ભક્તો શિવજીને તેમના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા અને શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. માન્યતા છે કે આ શૃંગારના દર્શન કરવાથી ભક્તોના પાપોનું શમન થાય છે અને તેઓ જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત  કરે છે.

Read More

પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા  ભાદરવી પૂનમ મહામેળો–૨૦૨૫ પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ: સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોધણી પ્રક્રિયા અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam પરથી કરી શકાશે.

Read More