કોડીનારમાં વિદ્યાર્થીનીઓને ‘પોક્સો એક્ટ’ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કોડીનાર ખાતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો બેટી પઢાવો”ની ઉજવણી અંતર્ગત મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ-બેડ ટચ, પોક્સો એક્ટ, પી.સી.પી.એન.ડી.ટી એક્ટ તેમ જ મહિલાલક્ષી યોજનાકીય માહિતીનો સેમિનાર યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહેશ્વરપુરી ગોસ્વામી દ્વારા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ દિવસ વિશે અને નારી વંદન ઉત્સવ દ્વારા મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારિરીક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટેનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. તજજ્ઞ ચિંતન ગોંડલિયા દ્વારા મહિલા…

Read More

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ હોલ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”નો કાર્યક્રમ યોજાયો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ છે તેમ જણાવી રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ કહ્યું કે, દેશભરના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને સહાય માટે વર્ષ-૨૦૧૯માં કેન્દ્ર સરકારે શરૂ કરેલી આ યોજના વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિના ૨૦માં હપ્તા સ્વરૂપે…

Read More

તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ‌ ખાતે મંગળવારે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૫મી ઓગસ્ટ,૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ‌,આયુર્વેદિક હોસ્પિટલ પાસે,ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં SSC / HSC / GRADUATE ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, content creator, photographer, cashier, Housekeeping, Stock incharge, counseller, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસરની જગ્યાઓ ભરવાની છે.  શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી, તથા આધારકાર્ડની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત…

Read More

પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારી-અધિકારીશ્રીઓની સંયુક્ત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો તથા લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વીજ કનેક્શન, જમીન માપણી, આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, રોડ તથા બ્રિજના કામો, આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા, સિંચાઈ યોજનાના કામો, ચેકડેમ રીપેર કરવા, સૌની યોજના હેઠળ પાઇપલાઇન લંબાવવા, એસટી બસના રૂટ ફાળવવા, પીવાના પાણીની લાઈન નાખવા અને એમ્બ્યુલન્સ…

Read More

આગામી તા.૨૬ ઓગસ્ટના રોજ કાલાવડમાં “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર    ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રી, કાલાવડના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રીની કચેરી કાલાવડના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.  તેથી આગામી તારીખ ૧૦-૦૮-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત…

Read More

આગામી તા.૨૮ ઓગસ્ટના રોજ જામનગર ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર      મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.  જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ ૨૮-૦૮-૨૦૨૫ ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦-૦૮-૨૦૨૫ સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.…

Read More

પતિના ત્રાસથી કંટાળી ઘર છોડી ચાલ્યા ગયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી જામનગર ૧૮૧ અભયમની ટીમ

હિન્દ ન્યુઝ, જામનગર    ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સમાન છે. જામનગર ખાતે કાર્યરત ૧૮૧ હેલ્પલાઈન પર ફોન કરીને એક જાગૃત નાગરિકે જણાવેલ કે કોઈ મહિલા વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી ઓટલા પર ગભરાયેલી હાલતમાં બેઠા છે અને મદદની જરૂર છે. કોલ આવતાની સાથે જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સેલર રીનાબેન દિહોરા, હેડ કોસ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કર્યા બાદ જાણવા મળેલ કે, પોતાના પતિ સાથે ઝઘડો થતાં તેણીએ બે દિવસથી ઘર છોડી દીધું છે. અને અંતરિયાળ વિસ્તારમાં…

Read More

જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા માહિતી કચેરી જામનગર દ્વારા સંપાદિત, જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા પ્રકાશિત જામનગર જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી ‘જિલ્લા વિકાસ વાટિકા’ પુસ્તિકાનું રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે વિમોચન કરાયું હતું. આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો તથા સિદ્ધિઓને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ,…

Read More

સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્થિતમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો હતો.જેમાં જામનગર જિલ્લાના 1,01,788 ખેડૂતોને રૂ.22.56 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

Read More

ભાવનગરમા શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિધાયલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિધાયલ, ભાવનગર ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. તા.02/08/2025ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, નિલમબાગ, ભાવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના નવનીતભાઈ જોષી, કૃષિકાબેન, સ્કુલના શિક્ષિકામેડમ વર્ષાબેન પરમાર, પુર્ણા કન્સલ્ટન્ટ હેલીબેન આઈસીડીએસ શાખા, મહાનગર પાલિકા, સ્કુલના શિક્ષણગણ, સંકલ્પ DHEW યોજનાના (ડિસ્ટ્રીક્ટ…

Read More