હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૫મી ઓગસ્ટ,૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ,આયુર્વેદિક હોસ્પિટલ પાસે,ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતીમેળામાં SSC / HSC / GRADUATE ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, content creator, photographer, cashier, Housekeeping, Stock incharge, counseller, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસરની જગ્યાઓ ભરવાની છે.
શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી, તથા આધારકાર્ડની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી તેમ, જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
