કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ના ત્રીજા દિવસે ભાવનગરના નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડ મેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃત (Simple Standard Sanskrit)ના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવિણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ આ કક્ષમાં વિવિધ શૈક્ષણિક ચાર્ટ, દૃશ્યાત્મક સામગ્રી અને સરળ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા સંસ્કૃત ભાષા શીખવાની અનોખી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના થકી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા સંસ્કૃત માધ્યમથી શીખવા અને સમજવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થશે.

સંસ્કૃત કક્ષના માધ્યમથી સંસ્કૃત વિષયનું સંસ્કૃત ભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. સાથે જ સંસ્કૃત ભાષાના માધ્યમથી સુસંસ્કૃત ભારતના નિર્માણનો ભાવ વધુ મજબૂત બનશે અને શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃતમય વાતાવરણનું સર્જન થશે.

 

Related posts

Leave a Comment