કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર     કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ના ત્રીજા દિવસે ભાવનગરના નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડ મેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃત (Simple Standard Sanskrit)ના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવિણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત રાજ્ય સંસ્કૃત…

Read More

પાલીતાણાના મોખડકા ગામે ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાયદાકીય સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, પાલીતાણા    ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલીતાણા તાલુકાના મોખડકા ગામ સ્થિત ભાયાણીની વાડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ. સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રીમતી હેતલબેન દવે દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ની વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઘરેલું હિંસાના વિવિધ પ્રકારો, મહિલાઓને પ્રાપ્ત કાનૂની હકો, રાહત અને રક્ષણની વ્યવસ્થાઓ, બાળકોની કસ્ટડી સંબંધિત જોગવાઈઓ તેમજ હિંસા સામે ન્યાય મેળવવા માટે ડોમેસ્ટિક ઇન્સિડન્ટ રિપોર્ટ (DIR) અને પ્રોટેક્શન અધિકારીની ભૂમિકા અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે…

Read More

તળાજા નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

તળાજા    પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવેલ તળાજા નગરપાલિકા દ્વારા નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો (SWM Rules) ૨૦૨૬ અને નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અંતર્ગત પદાધિકારીઓ, સફાઈ કામદારો અને શહેરીજનો માટે યોજાયો એક દિવસીય ખાસ તાલીમ વર્ગ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (SSK) પોર્ટલ પર ડિજિટલ મોનિટરિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સહભાગીઓને વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ અને સુનિયોજિત વ્યવસ્થાપન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે SWM રૂલ્સ-૨૦૨૬ નો વિગતવાર પરિચય, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને…

Read More

આઈ.ટી.આઈ.ભાવનગર ખાતે ૨૯ જૂને રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ભાવનગર આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ જૂન, ૨૦૨૬ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ભાવનગર, બી.પી.ટી.આઈ. પાછળ, વિદ્યાનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં SSC, HSC, Graduate, ITI, Diploma તથા MSW જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ પોતાના બાયોડેટા/રિઝ્યુમની જરૂરી નકલો સાથે સ્વખર્ચે ભરતીમેળામાં ઉપસ્થિત રહી રૂબરૂ મુલાકાત તથા ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરતીમેળામાં ભાગ લેનારી કંપનીઓ, ઉપલબ્ધ જગ્યાઓ…

Read More

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવેલ મહુવા નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો (SWM Rules) ૨૦૨૬ અને નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અંતર્ગત પારેખ કોલેજ, મહુવા ખાતે પદાધિકારીઓ, સફાઈ કામદારો અને શહેરીજનો માટે યોજાયો એક દિવસીય ખાસ તાલીમ વર્ગ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (SSK) પોર્ટલ પર ડિજિટલ મોનિટરિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૦૧-૦૪-૨૦૨૬થી અમલમાં મૂકવામાં આવેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો – ૨૦૨૬’ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોના કડક અમલીકરણના ભાગરૂપે, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ (ભાવનગર ઝોન) ના માર્ગદર્શન…

Read More

ભાવનગરની શાળાઓમાં બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર       સમગ્ર રાજ્યમાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ની ૨૪મી કડીના ત્રીજા દિવસે પ્રગતિના પંથે આગળ વધતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર શહેરની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા, જગદીશ્વરાનંદ નારી કુમાર અને કન્યા શાળા તેમજ એ.કે. મોરડીયા હાઇસ્કુલના બાલવાટિકા, આંગણવાડી, ધોરણ-૧ના બાળકોને પ્રવેશ તેમજ ડ્રોપ આઉટ થયેલા ધોરણ ૯ અને ૧૧ના બાળકોને કુમકુમ તિલક અને ઉત્સાહભેર પુનઃપ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ આંગણવાડીના નાના ભૂલકાઓને કુમકુમ પગલાં કરાવીને શાસ્ત્રોક્ત અને મંગલમય વાતાવરણમાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતાં મંત્રી જીતુભાઈ…

Read More

ઘોઘાના મોટા ખોખરા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસથી મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ભાવનગર     મોટા ખોખરા ગામના વતની અને બાજોઠીયાના ડુંગર તરીકે જાણીતા વિસ્તારમા રહેતા બાળકીના પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી. પરિવાર ડુંગરાળ તથા અતિ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી અને ઘરેલું પશુનું હિંસક પ્રાણી દ્વારા મારણ થતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. આ ઉપરાંત બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી જરૂરી હૃદયનું ઓપરેશન કરાવવા અંગે પરિવાર શરૂઆતથી જ તૈયાર ન હતો અને કોઈપણ સંજોગોમાં ઓપરેશન ન કરાવવાનો સ્પષ્ટ નિર્ણય વ્યક્ત કર્યો હતો. આવા પડકારજનક સંજોગોમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ…

Read More

તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિ ના પરિણામે રાજ્યમાં શિક્ષણની ક્રાંતિ

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા       સાવરકુંડલા શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને શહેરની પ્રાથમિક શાળા નં. ૬ તેમજ એસ.વી. દોશી ગર્લ્સ માધ્યમિક શાળામાં નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિદ્યાર્થીઓને આવકારી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી, બદલાતા શિક્ષણપ્રવાહો સાથે કદમ મિલાવી…

Read More