હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ભાવનગર આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ જૂન, ૨૦૨૬ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ભાવનગર, બી.પી.ટી.આઈ. પાછળ, વિદ્યાનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં SSC, HSC, Graduate, ITI, Diploma તથા MSW જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઉમેદવારોએ પોતાના બાયોડેટા/રિઝ્યુમની જરૂરી નકલો સાથે સ્વખર્ચે ભરતીમેળામાં ઉપસ્થિત રહી રૂબરૂ મુલાકાત તથા ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભરતીમેળામાં ભાગ લેનારી કંપનીઓ, ઉપલબ્ધ જગ્યાઓ અને જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગરની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) ની મુલાકાત લેવી. તેમ જિલ્લા રોજગાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
