હિન્દ ન્યુઝ, દાહોદ નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ અને જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂનથી ૨૯ જૂન દરમિયાન ૫ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૬ મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સામાન્ય અંદાજ મુજબ, લાંબા સમય સુધી બાગાયતી ઉત્પાદનોને સંગ્રહી રાખવાના પૂરતા સાધનો ન હોવાને કારણે અંદાજે ૩૦ ટકા જેટલો પાક/ઉત્પાદન બગડી જાય છે અને ઉપયોગમાં લઈ શકાતો નથી. આ પ્રકારનો બગાડ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરી તેમજ…
Read More