વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં આયોજીત થનાર અનેકવિધ કાર્યક્રમો અંગે પ્રેસ વાર્તાલાપ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના જિલ્લામાં કાર્યાન્વયન અંગેની માહિતી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રાંત કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આપી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ સંમેલન”, “જનકલ્યાણ શિબિર” તથા “પ્રગતિ પથ યાત્રા” જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો થકી જનસામાન્યને સ્પર્શતા વિવિધ વિકાસકાર્યોની માહિતી લોકો સુધી ‘વિકસિત ભારત સંકલ્પ…

Read More

પ્રગતિના હબમાં હવે પ્રકૃતિનો રંગ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગને સફળતા!       દેશના અગ્રણી સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરામાં ગુજરાત સરકારના વન વિભાગ અને DSIRDAના સંયુક્ત પ્રયાસોથી અત્યંત ખારાશવાળી જમીન પર ‘ડ્રમ પ્લાન્ટેશન’ ટેકનિકથી 3,200 વૃક્ષો ઉછેરવામાં સફળતા; માત્ર એક જ વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા રોપાઓ થકી રણ સમાન ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી લહેરાતા એક નવી ઈકોસિસ્ટમ જીવંત બની.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાકાર કરતું ધોલેરા આજે ટકાઉ અને પર્યાવરણલક્ષી વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે.

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું સમાપન

હિન્દ ન્યુઝ, મોરબી     બાળકોમાં શારીરિક અને માનસિક ઉર્જા, ઉત્સાહ તેમજ સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં આયોજિત ૧૫ દિવસીય નિઃશુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું પ્રેરણાદાયી માહોલમાં ભવ્ય સમાપન થયું છે. ગત તારીખ ૧૬ મે થી ૩૦ મે દરમિયાન મોરબીની ગોકુળનગર પ્રાથમિક શાળા તેમજ રાજપર ગામ ખાતે આ વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સઘન અભ્યાસ કરાવીને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગાભ્યાસની સાથે-સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ ઇન્ડોર…

Read More

દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનશીલતા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       7 જૂનના રોજ યોજાનાર GPSCની સંયુક્ત પ્રાથમિક પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ; દિવ્યાંગો માટે લિફ્ટ, ભોંયતળિયે બેઠક, વ્હીલચેર અને ‘દિવ્યાંગ મિત્રો’ જેવી સુવિધાઓ. 826 દિવ્યાંગ પરીક્ષાર્થીઓ સહિત રાજ્યભરમાંથી 75,487 પરીક્ષાર્થીઓ GPSCની પરીક્ષા આપશે.

Read More

દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ જુનના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ જિલ્લા કક્ષાનો માહે જૂન-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૬/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, દાહોદ ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ મેટર, નીતિ વિષયક તથા સેવા વિષયક કે સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ‘તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર’ અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તથા ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જિલ્લામાં વ્યસનમુક્તિ અંગે નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાનના ગલ્લા તથા જાહેર સ્થળો પર તેમજ સરકારી કચેરીઓ ખાતે “તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર” લગાડવાનું અભિયાન શરૂ કરાયું છે. વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા તથા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન અંતર્ગત વેરાવળ શહેરી વિસ્તારમાં પાનના ગલ્લાઓ અને તમાકુ વેચાણ સ્થળોએ તથા જાહેર જગ્યાઓએ તેમજ સરકારી કચેરીઓ ખાતે “તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર” લગાડવાનું…

Read More

વૃક્ષો તો વાવીશું, પણ જો ધરતી જ પથ્થર બની જશે તો ક્યાં વાવીશું?

 વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ  હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગ્રીન સિટી ગાંધીનગરને હવે ‘ક્લીન સિટી’ બનાવવા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) લાવ્યું છે એક અદભુત હોમ-મેડ ક્રાંતિ! ✨ 🧵 “એક સિલાઈ, બે ભલાઈ” — પર્યાવરણની રક્ષા સાથે મહિલાઓને રોજગારી! નવી વ્યાખ્યા, નવો ટ્રેન્ડ! હવે તમારા ઘરના જૂના કપડાં આપશે પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ. 🛑 GMC ની આ અદભુત પહેલ શું છે? તમે તમારા ઘરના જૂના-નકામા કપડાં લઈને GMC ના સેન્ટર પર જાઓ. ત્યાં હાજર બહેનો મિનિટોમાં જ તમને તેમાંથી કાપડની સુંદર થેલીઓ સીવી આપશે. સૌથી મોટી વાત: નાગરિકો માટે આ સેવા તદ્દન મફત…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે

હિન્દ ન્યુઝ,cગીર સોમનાથ       ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે.  આ પરીક્ષાના સફળ સંચાલન અને સુનિયોજીત આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસ.ટી. બસ વ્યવસ્થા, ઓ.આર.એસની ઉપલબ્ધતા સહિત આરોગ્ય સેવાઓ, પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠાની સુવિધા,…

Read More

વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન બેઠક મળી

હિન્દ ન્યુઝ, વલસાડ        વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી, પ્રિ- મોન્સુન સહિત વિવિધ વિકાસ કામોની ચર્ચા કરી હતી.       પ્રભારી મંત્રીએ ચોમાસા દરમિયાન આમજનતાને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રમાણેનું આયોજન કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, કુદરતી કાંસ પર દબાણ હોય તો તાત્કાલિક દૂર કરો જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય. ખાસ કરીને શાળાઓ ચાલુ હોય ત્યારે, ચોમાસા દરમિયાન બાળકોને ઘરે જવા મુશ્કેલી ન પડે તે માટે…

Read More

જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ સાથે નવાબ અને દરબારીઓ સમક્ષ રજૂ કરાઈ અને સર્વે તેનો આસ્વાદ માણે છે. તેનો સ્વાદ અને સોડમ અદ્વિતીય લાગી. જે આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે – તે એટલે આપણી ગીરની ‘કેસર’. જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું. પરંતુ આ પહેલા પણ કેસરની શાહી સફરની શરૂઆત થઈ ચૂકી હતી. આ સંદર્ભમાં વધુ વિગતે વાત કરતા…

Read More