દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ જુનના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ

 દાહોદ જિલ્લા કક્ષાનો માહે જૂન-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૬/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, દાહોદ ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ મેટર, નીતિ વિષયક તથા સેવા વિષયક કે સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

Related posts

Leave a Comment