હિન્દ ન્યુઝ, રાજુલા
રાજુલા તાલુકાનાં ખારી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી બાળકોનું શિક્ષણકાર્ય ખોરવાઈ ગયું છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી જેને લઇને ગ્રામજનો એકઠા થઇને શીક્ષણ અધિકારી તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ખારી ગામના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખારી ગામે પ્રાથમિક શાળામાં હાલમાં કુલ ૪ શીક્ષકો પર શાળા ચાલે છે. જેમાંથી ૩ કાયમી શિક્ષક અને એક પ્રવાસી શીક્ષક છે. અને અમારી ગ્રામજનોની માંગ એવી માંગ છે કે, સરકાર દ્વારા ૨ કાયમી શીક્ષકની નીમણુંક કરવામાં આવે પરંતુ જો સરકાર પાસે કાયમી શિક્ષકની અછત હોય તો પ્રયાસી શીક્ષક તરીકે ૨ શીક્ષકની નીમણુંક કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો સરકાર દ્વારા શીક્ષકોની નીમણુંક કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.
ત્યારબાદ ખારી ગામના ગ્રામજનો ધારાસભ્ય અંબરીષભાઈ ડેરના કાર્યલય ખાતે રજુઆત માટે આવી પહોંચ્યા હતા. અને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા જીલ્લા શીક્ષણ અધિકારીને ટેલીફોનીક વાતચીત કરી શીક્ષકની જગ્યા ખાલી પડેલ છે તે જગ્યાએ તાત્કાલિક ધોરણે શીક્ષકની ભરતી કરવામાં આવે તેવી સુચનાઓ આપવામાં આવી હતી. અને જો ૨ દિવસમાં સરકાર દ્વારા કાયમી શિક્ષક તેમજ પ્રવાસી શિક્ષક તરીકેની નીમણુંક કરવામાં નહીં આવે તો ધારાસભ્ય અંબરીષ ડેર પોતાના સ્વખર્ચે શીક્ષકને પગાર ચુકવવામાં આવશે જેથી કરીને બાળકોના શીક્ષણ ઉપર અસર ના પડે અને સરકાર દ્વારા શાળામા શીક્ષકો માટેનું સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે તે પ્રમાણેના પણ શિક્ષકો નથી. અને આ દેશનો ઢાંચો જે છે એ સૌથી પહેલો શીક્ષણ અને આરોગ્ય પર નિર્ભર છે. ત્યારે શિક્ષણ અને આરોગ્યમાં જો આ સ્થિતિ હોય તો સરકારે પણ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ તેવું જણાવ્યું હતું. આ તકે મધુભાઈ બુધેલા, ચંપુભાઇ ભુકણ, મનુભાઈ મોભ,અનકભાઈ બુધેલા, મુકેશભાઈ મોભ, ભગુભાઇ મોભ,વલકુભાઇ બુધેલા, ઘનશ્યામભાઈ રાવળ, હિતેશભાઈ વાળા, દડુભાઈ ભુકણ, ચંપુભાઈ ભુકણ, સંજયભાઈ વાળા, સહીતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા