કેન્દ્ર-રાજ્ય સરકારમાં પ્રજાએ મૂકેલા અતૂટ વિશ્વાસથી આગળ ધપી રહેલી વિકાસયાત્રા હજી પણ વધુ તેજ બનશે અને સમગ્ર વિશ્વમાં ભારતમાતા પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે અચૂક બિરાજશે તેવી અભિલાષા વ્યક્ત કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા

હિન્દ ન્યુઝ, રાજપીપલા

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે આજે રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલ ખાતે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યામભાઇ પટેલ, વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને જિલ્લાવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના ઉક્ત કાર્યક્રમમાં મંત્રી વિનોદભાઇ મોરડીયાએ અંદાજે રૂા.૧૯.૯૫ કરોડથી વધુના ખર્ચના ૨૫ જેટલા વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરી ડિજીટલી લોકાર્પણ-ખાતમુર્હૂતની તકતીનું અનાવરણ કર્યું હતું.

મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ જિલ્લા કક્ષાના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ મોડેલને ચરિતાર્થ કરનાર ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ જારી રાખી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે વિશ્વના ફલક ઉપર એક અલગ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતની સાથોસાથ નર્મદા જિલ્લો પણ વિકાસની મુખ્યધારામાં આવી ગયો છે. બે દાયકા અગાઉના અને હાલના પ્રવર્તમાન સમયની સરખામણીએ જિલ્લાનો વિકાસ આંખે ઉડીને વળગે તે રીતની પ્રગતિ થઇ રહી છે. પ્રજાજનોની મૂળભૂત જરૂરિયાત સંતોષવાની દિશામાં જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ છે. છેવાડાના ગરીબ માણસોના પોતાના પાકા મકાનની છતનું સ્વપ્ન સાકાર કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના સફળ સુકાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે. તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતે પ્રાપ્ત કરેલી ગણના દરમિયાન નરેન્દ્રભાઇ મોદી જો દેશના વડાપ્રધાનપદે હોય તો ભારતની કાયાપલટ થઇ જાય તેવી પ્રત્યેક ગુજરાતવાસીઓના હ્રદયમાં જે તે સમયે રહેલી લાગણી, આકાંક્ષા અને અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં મંત્રી વિનોદભાઇ મોરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલો વિકાસનો પાયો અને વિકાસ માટે કંડારેલી કેડીને આગળ વધારવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે, ત્યારે વિષમ પરિસ્થિતિમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યા કે રૂંધાયા વિના ખૂણે ખૂણે ગુજરાતનો વિકાસ સતત જારી રહે તેવી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતની શાસન ધુરા સાંભળી રહી છે, તેમ પણ શ્રી મોરડીયાએ ઉમેર્યું હતું.

દેશના ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક મૂળ સંસ્કૃતિના મૂલ્યોના જતન અને તેના સંવર્ધન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહેલા અસંખ્ય અને અદ્વિતીય પ્રયાસોનો ઉલ્લેખ કરતાં મંત્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં છેવાડાના માનવીના સર્વાંગી વિકાસની સાથોસાથ દેશના સીમાડાઓની સલામતી-રક્ષા સહિતના અનેકવિધ ક્રાંતિકારી લીધેલા પગલાંઓની સાથેસાથ કોરોના કાળમાં દેશમાં કોરોના વિરોધી વેક્સિનના ઉત્પાદનની અને દેશવાસીઓને કરોડો રૂપિયાના ખર્ચ સાથે નિ:શૂલ્ક રસીકરણ કરીને પ્રજાજનોને સુરક્ષા કવચ પુરૂં પડાયું છે. નવનિર્માણની સાથોસાથ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહેલા અને પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે પહોંચવા માટે ભારત એક

રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા

Related posts

Leave a Comment