છોટાઉદેપુર-વડોદરા હાઇવે નું એક નાળુ જર્જરિત હાલતમાં

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર – વડોદરાને જોડતો નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર ઘેલવાંટ ગામ પાસે આવેલ નાળુ ઓરસંગ નદીમાં મળે છે. જે જર્જરિત બનતા અકસ્માતનો ભય ફેલાયો છે.

નાળા ઉપરથી મોટા ભારદાર વાહનો પસાર થતા નાળામાં કંપન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે.

ઓરસંગ નદી કિનારે મુખ્ય હાઇવે ઉપર આવેલું આ નાળુ વહેલી તકે રિપેઇર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ છોટાઉદેપુર થી વડોદરા નેશનલ હાઇવે ઉપરથી રોજના ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના પણ અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે. જેમાં મોટા ભારદારી વાહનો પસાર થતા નાળામાં કંપન થાય છે તેમ લોકો જણાવી રહ્યા છે. જેતે રસ્તાની સલામતી જાળવવી એ તંત્રની પ્રાથમિક ફરજ બને છે. પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર દ્વારા આ અંગે કામગીરી આરંભી દેવામાં આવી છે. પરંતુ ગોકળગાય ની ગતિએ કામ ચાલતું હોવાનું સામે આવ્યું છે, અહીંયા કોઈ ગંભીર અકસ્માત સર્જાય અથવા કોઈ મોટું નુકસાન થાય તે પહેલાં આ નાળુ રિપેઇર કરી મજબૂત કરવામાં આવે એ ખાસ જરૂરી બની ગયું છે.

રિપોર્ટ : યાકુબરઝા પઠાણ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment