છોટાઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં છેલ્લા અઠવાડિયાથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને નદીઓ અને કોતરો બે કાંઠે વહી રહ્યાં છે. સતત વરસાદ ચાલુ રહેવાને કારણે ગામો એકબીજા સાથે પુલ અથવા કોઝવેથી સંકળાયેલા હોય, કોઝવે પર પાણી ફળી વળતા બીજા ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. નદીમાં સતત પાણીના પ્રવાહ વધવાને કારણે છોટાઉદેપુર તાલુકામાં આવેલ કાકડકુંડથી મચ્છીપાણી કોઝવે અને સિંગલાજા અને મીઠીબોર ગામની વચ્ચેથી પસાર થતી વસવા નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઈ ગયો હોય. જેની અસર વાહનવ્યવહાર પર જોવા મળી હતી. જેને લઇને લગભગ ૧૦ થી ૧૨ ગામોનો સંપર્ક તુટી ગયો છે. ગામવાસીઓને ચોમાસામાં અવરજવર કરવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર