ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ધમધમતી જુગાર કલબ પર દરોડો પાડી. ૧૮ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના ગઇકાલે તા.૧૫ ના રાત્રે ૮ વાગ્યે P.I રાણા સાથે હેડ.કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, P.S.I એચ.ડી.હિંગરોજા, A.S.I ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, જયવીરસિંહ રાણા, અમિતભાઇ કનેરીયા, ધર્મેન્દ્રસિંહ ચાવડા, હિતેષ અગ્રાવત, અતુલભાઇ ડાભી, વિજયગીરી ગોસ્વામી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે એ.આર.ગોહિલને બાતમી મળી હતી કે રીબડા ગામે સીમમાં રીબ તરફ જવાના રસ્તે આવેલી વાડીના મકાનમાં રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા નામનો વ્યકિત બહારથી વ્યકિતઓને બોલાવી જુગાર કલબ ચલાવી રહયો છે. બાતમી વાળા સ્થળે દરોડો પાડતા દિપકસિંહ સહિત ૧૮ જુગારીઓ પકડાયા હતા. વાડી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહની હોવાની જાણ થતા તેમના સામે પણ ગુનો નોંધાયો હતો. દરોડા દરમિયાન ૮,૧૩,૦૦૦ ની રોકડ રૂ.૧,૨૬,૦૦૦ ની કીંમતના ૨૩ મોબાઇલ ફોન, ૧૫ લાખની કીંમતની કાર મળી. રૂ.૨૪,૩૯,૦૦૦ નો મુદામાલ કબ્જે કરાયો હતો. S.P બલરામ મીણાની રાહબારીમાં કડક પગલાં લેવાયા હતા. ફાર્મ હાઉસમાંથી હાજર નહીં મળી આવનાર અનિરૂધ્ધસિંહ જાડેજાને પકડી પાડવા પોલીસની એક ટીમ તપાસમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment