પાવીજેતપુર ના તાલુકા હેલ્થ ઓફીસરનું કોરોના વોરીયર તરીકે સન્માન કરવામાં આવ્યું

છોટાઉદેપુર,

કોવીડ -19 ની વૈશ્વીક મહામારી વચ્ચે છેલ્લા 5 મહિના કરતા વધુ સમયથી પોતાનો જીવ જોખમમાં મૂકી અને પરીવારની ચિંતા કર્યા વગર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં લગભગ 1300 કરતા પણ વધુ લોકોના કોરોના ટેસ્ટીંગ સાથે જિલ્લા વહીવટીતંત્ર, સરકાર અને ગ્રામ પંચાયતને કોવીડ -19 ના દરેક પ્રયત્નોમાં પ્રમાણીકતા અને નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી પોતાની ફર્જ સાથે માનવધર્મ અદા કર્યો છે. તેવો જેતપુર પાવી આરોગ્ય ખાતાના સ્ટાફ અને તાલુકા હેલ્થ ઓફિસર વિકાસ રંજનનું કોરોના વોરીયર -2020 તરીકે જીલ્લા વહીવટીતંત્ર તરફથી “૭૪ મા સ્વાતંત્ર્ય દિવસ”ના રોજ છોટાઉદેપુરમાં કરવામાં આવેલ સન્માનને બિરદાવવા લાયક છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment