માંગરોલ તાલુકાના નાની નરોલી ગામે થી મહિલાની લાશ મળી

માંગરોલ,

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે જીઆઈપીસીએલ કંપની ના પાછળના ભાગે એક મહિલાની શંકાસ્પદ હત્યા કરાયેલી લાશ મળી હતી. નાની નરોલી ગામની પ્રેમીબેન રમેશભાઈ વસાવા, ઉમર. વર્ષ.43. નાની નરોલી ની લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા મરનારના પુત્ર માંગરોળ પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ કબજો લીધો છે. અને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે પરંતુ મહિલાની લાશ હત્યા કરાયાની શંકાસ્પદ હાલતમાં હોવાથી માંગરોલ આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા લાશ નું ફોરેન્સિક પીએમ કરવાની પોલીસને સુચના આપતા પોલીસ દ્વારા હાલ આ મહિલાને લાશ ફોરેન્સિક પીએમ માટે સુરત ખસેડવામાં આવી રહી છે.

રિપોર્ટર : નિલય ચૌહાણ, કિમ

Related posts

Leave a Comment