માંગરોળ,
15 મી ઓગસ્ટ ના 74 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી માંગરોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ જગદીશભાઈ ગામીત ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. માંગરોલ મામલતદાર કચેરી ખાતે ઈનચાર્જ મામલતદાર ડી.એમ.ચૌધરી ના હસ્તે કરવામાં આવેલ હતુ. મામલતદાર કચેરી ખાતે કોરોના મહામારી ના આવા સમયે કોરોના વોરિયર્સ તરીકે ખરી સેવા બજાવનાર માંગરોલ ના પી.એસ.આઈ પી એચ. નાયી, ટી.એચ.ઓ. ર્ડો આર. પી. શાહી, કોસંબા પી.એસ.આઈ ને સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરવામા આવેલ હતુ.
આ પ્રસંગે માંગરોલ ટી.ડી.ઓ. ડી એસ પટેલ, માંગરોલ તાલુકા પંચાયત ના પ્રમખ જગદીશભાઈ ગામીત, ચંદુભાઈ વી વસાવા, ગીરીશભાઈ પરમાર, કેતનભાઈ ચૌધરી, પોલીસ સ્ટાફ, ઇમરાનખાન પઠાણ, ભુપેન્દ્રભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. મોસાલી પ્રાથમિક શાળા ખાતે સરપંચ શ્રીમતી લલીબેન વસાવા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતુ.
રિપોર્ટર : નિલય ચૌહાણ,કિમ