રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ-મવડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ઘી, ડેરી પ્રોડક્ટસ, ચીકી, ખાદ્યતેલ વગેરેના કુલ ૧૨ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

 (૦૧) બાલાજી ભવાની ફરસાણ & સ્વીટ પેઢીમાં ચકાસણી દરમિયાન ઉપયોગમાં લેવાતું દાજિયું તેલનો આશરે ૫ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ. (૦૨) રવેચી ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩) શ્રી બાલાજી સોપારી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪) ગેલમાં ડેરી ફાર્મ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫) સંગમ પ્રોવિઝન સ્ટોર – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)વોલ્ગા ઘી ડેપો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૦૭) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૦૮) હરિઓમ જનરલ સ્ટોર (૦૯) જતિન એજન્સી (૧૦) રાજ શક્તિ ગાંઠિયા (૧૧) જય બાલાજી ફરસાણ (૧૨) બાલાજી પાર્લર (૧૩) ગાયત્રી ડેરી ફાર્મ (૧૪) ગોરધનભાઈ ગોવિંદજીભાઇ ચેવડાવાળા (૧૫) અનમોલ શીંગ સેન્ટર (૧૬) ભગવતી સ્વીટ & ફરસાણ (૧૭) ઓમ મેડિસિન્સ (૧૮) શ્રી સિંધોઈમાં કઠિયાવાળી કસુંબો (૧૯) જય ચામુંડા મેડિકલ સ્ટોર (૨૦) TGB કેક & બરફી (૨૧) વિનાયક મેડિસિન્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

 ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ  ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧) DR. MOREPEN -BIOKESH ADVANCED NUTRACEUTICAL TABLET  (10 TABLET PKD) સ્થળ -સંજય મેડિકલ એજન્સી -17-પંચનાથ પ્લોટ, “સ્મૃતિ”, મોટી ટાંકી ચોક, રાજકોટ.

(૨) GEOFIT MEN -NUTRACEUTICAL TABLET (30 N PKD) – સ્થળ – રામેશ્વર મેડિકલ એજન્સી -આલાપ બિલ્ડીંગ -A, ફસ્ટ ફ્લોર, દુકાન નં. 101, લીમડા ચોક, રાજકોટ.

Related posts

Leave a Comment