હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ના સાંતલપુરના ડાભી ઉનરોડ માં અસામાજિક તત્વોનો આતંક ધોળા દિવસે નવ યુવાન ની હત્યા નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ હારીજ માં યુવાન ની ખુલ્લેઆમ આમ હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ બાદ ફરીથી પાટણ જિલ્લા ના તાલુકે ફરી અસામાજિક તત્ત્વો દ્વારા નવ યુવાન ની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

સાંતલપુર તાલુકાના ડાભી ઉનરોડ ગામે નવ યુવાન ની ખુલ્લેઆમ હત્યા કરી દેતા પરિવારજનો માં શોક ની લાગણી છવાઈ છે. ડાભી નો યુવાન પોતાના ખેતરે ધોળિયા પાઇપ લઈને ગયો હતો. આ દરમિયાન કેટલાક અસામાજીક તત્વોએ જૂના કેસ ની અદાવત રાખી હત્યા ને અંજામ આપ્યો હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ હત્યારાઓ વિરુદ્ધ આગાઉ એકરોસિટી કેસ થયેલ હોઈ તેની અદાવત માં હત્યા કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હત્યા બાદ પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ હત્યારા ઓ યુવાન ની હત્યા કરી ફરાર થઈ જતા પોલીસ એ તેમની શોધખોળ શરૂ કરી છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

