ભાવનગરના તગડી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન ખાતે રીમોટ ઓપરેટેડ વાલ્વનમાંથી ગેસ લીકેજ : મોકડ્રીલ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનના તગડી, ભાવનગર ખાતે આવેલ એલ.પી.જી. સ્ટોરેજ માટેના હોર્ટોન સ્ફીયરના અનલોડિંગ લાઈનમાં આવેલ રીમોટ ઓપરેટેડ વાલ્વના ફ્લેંજ જોઈન્ટમાથી ગેસ લીકેજ થતા તેના મેઈટેનન્સની કામગીરી દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગવાનો બનાવ બનેલો હતો. આવી પરિસ્થિતિને ધ્યાને રાખી એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

મોકડ્રીલની વાત કરીએ તો વાલ્વમાં લાગેલી આગ આગ કાબૂ બહાર જતા જીલ્લા વહીવટી તંત્રને આ બાબતે જાણ કરાતા ક્લેકટર આર. કે. મહેતાની સૂચના મુજબ ડીસ્ટ્રીકટ ક્રાઇસિસ ગ્રુપને એલર્ટ કરાયું હતું અને તેઓ એ પણ ઘટનાસ્થળ પર પહોચીને કન્ટ્રોલ રૂમનો ચાર્જ સંભાળી વિવિધ સરકારી વિભાગને કામગીરી કરવા સૂચના આપી હતી.

જે મુજબ દરેક સરકારી વિભાગે પોતાની કામગીરી બજાવેલી અને જી.એમ.ડી.સી અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ટેન્ડરે સ્થળ પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારબાદ મદદનીશ નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ગેસ ડિટેકટરની મદદથી લોકેશન પર ગેસનું પ્રમાણ ચેક કરતા તે નહિવત આવતા કલેકટરશ્રી દ્વારા સાઈટ વિઝીટ કરીને ઓલ ક્લીયરનું સિગ્નલ આપતા આ ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

આ મોકડ્રીલ દરમિયાન દુર્ઘટના સ્થળ પર ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ડીઝાસ્ટર વિભાગ, મામલતદાર અને મેડીકલ વિભાગ હાજર રહ્યા હતા. તદુપરાંત જીલ્લાના વિવિધ ઔધોગિક એક્મોમાંથી સેફટી એક્ષપર્ટને ઓબ્ઝર્વર તરીકે કામગીરી સોંપવામાં આવી હતી. ફેકટરીના કોન્ફરન્સ રૂમમાં ક્લેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને ડીબ્રીફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ, જેમાં પ્રાંત અધિકારી હિતેશ ઝણકાટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એમ. એ. મેણાત, એ.બી ડોબરીયા, એસ.જી. પટેલ અને એન.એલ.કડ, ભાવનગર, સીનીયર મેનેજર આઈ.ઓ.સી.એલ. નીતિન પાંડે અને તેમની ટીમ અને વિવિધ ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ડીબ્રીફિંગ સેશનમાં આ ડ્રીલની વિગતવાર ચર્ચા કરી વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં હતી.

Related posts

Leave a Comment