આણંદ ખાતે “પા પા પગલી” યોજના અંતર્ગત ‘બાળમેળો-૨૦૨૬’ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા “પા પા પગલી” યોજના હેઠળ ‘બાળમેળો-૨૦૨૬’ અંતર્ગત કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધાએ જણાવ્યું હતું કે બાળકો એ રાષ્ટ્રનું ભાવિ છે અને તેમના યોગ્ય ઘડતરમાં આંગણવાડીની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “પા પા પગલી” પ્રોજેક્ટના માધ્યમથી નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે, જે તેમના જીવનને ઉજ્જવળ બનાવવામાં આશીર્વાદરૂપ નિવડશે. આ યોજના માત્ર શિક્ષણ જ નહીં,…

Read More

આણંદ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે વિશેષ ઝુંબેશનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ    ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી તા. ૦૧/૦૧/૨૦૨૭ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા. ૨૭/૧૧/૨૦૨૬ના રોજ સુધારણા માટેની મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લાના નાગરિકો તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. મતદારયાદી સુધારણાની આ પ્રક્રિયામાં કોઈ પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહી જાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મતદારોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી…

Read More

આણંદ જિલ્લામાં ૧૯ આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા તરીકે બઢતી

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ખાલી પડેલી મુખ્ય સેવિકાની જગ્યાઓ પર ૧૯ આંગણવાડી કાર્યકરોની બઢતી સાથે નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરીને અત્યંત પારદર્શક રીતે આ સમગ્ર પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા 19 જેટલા બહેનોને મુખ્ય સેવિકા વર્ગ 3 માં બઢતી આપવા માટે નિયમોનુસાર કરવામાં આવેલી કાર્યવાહીની મંજૂરી ગાંધીનગર દ્વારા મળતા જ આંગણવાડી કાર્યકર બહેનોને બઢતી નિમણૂકના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ…

Read More

પુસ્તક વાંચન: જ્ઞાનના વિશ્વમાં નવી દિશા આપતો અમૂલ્ય સાથી

હિન્દ ન્યુઝ, આણંદ      આજના આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં માનવીના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. મોબાઇલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે માહિતી મેળવવી પહેલાં કરતાં ઘણી સરળ બની છે. આજે કોઈપણ વિષય વિશેની માહિતી ગણતરીની સેકન્ડોમાં મેળવી શકાય છે. તેમ છતાં પુસ્તક વાંચનનું મહત્વ આજે પણ એટલું જ વિશેષ છે. કારણ કે પુસ્તક માત્ર માહિતી આપવાનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના વિચારોને સમૃદ્ધ બનાવવાનું, સમજશક્તિ વિકસાવવાનું અને જીવન પ્રત્યે નવી દિશા આપવાનું અસરકારક સાધન છે. પુસ્તકોને માનવીના સાચા મિત્ર કહેવામાં આવે છે. પુસ્તક સાથેનો સંબંધ વ્યક્તિને જ્ઞાનની એવી…

Read More

આણંદ જિલ્લામાં હથિયાર બંધી અને સભા સરઘસ બંધીનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં આગામી તા.૩૦/૧૧/૨૦૨૬ થી તા.૦૯/૧૨/૨૦૨૬ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા GSOS ની નવેમ્બર/ડિસેમ્બર-૨૦૨૬ માં લેવાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા યોજાનાર છે તે અને જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર આણંદ જિલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૬ થી તા.૧૪/૧૨/૨૦૨૬ (બંન્ને દિવસો સહિત) સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.            …

Read More

આણંદ જિલ્લામાં યોજાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા સંદર્ભે જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ          ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા GSOS ની નવેમ્બર/ડિસેમ્બર ૨૦૨૬ માં લેવાનાર ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા આગામી તા.૩૦/૧૧/૨૦૨૬ થી તા.૦૯/૧૨/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.             આ પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમ જ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાહુલ ગમારા (G.A.S) દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તેમણે તા.૩૦/૧૧/૨૦૨૬ થી તા.૦૯/૧૨/૨૦૨૬ દરમિયાન સવારના ૦૯-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦…

Read More

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા યોજાનાર ધોરણ-૬ માં પ્રવેશ માટેની પરીક્ષા સંદર્ભે આણંદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ     નવોદય વિદ્યાલય સમિતિ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા ધોરણ છ માં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા.૨૮/૧૧/૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમ જ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા (G.A.S) દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.                આ જાહેરનામાં મુજબ તા.૨૮/૧૧/૨૦૨૬ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૪-૦૦ કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રતિબંધાત્મક આદેશો…

Read More

સંરક્ષણ દળોમાં જોડાવા ઇચ્છૂક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા રોજગાર વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં મંજૂર થયેલ સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ યોજના અંતર્ગત સંરક્ષણ દળોમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે.  આ તાલીમ વર્ગના આયોજન પૂર્વે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તાલીમ માટે અરજી કરેલ ઉમેદવારો તેમજ જેમણે અગાઉ ઉમેદવારી ફોર્મ ભરેલ ન હોય, પરંતુ તાલીમ માટેની જરૂરી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે પ્રી-સ્ક્રુટિની (પૂર્વ ચકાસણી)નું આયોજન કરાયું છે.  આ આયોજન તા. ૦૧/૧૨/૨૦૨૬ (મંગળવાર) ના રોજ કે.કે. મોરી હાઈસ્કૂલ, પ્રાચી ખાતે કરવામાં આવ્યું છે. આથી, તમામ…

Read More

વેરાવળ એસ.ટી.ડેપોને લીલી પરિક્રમા-કાર્તિકી પૂનમનો મેળો ફળ્યો 

હિન્દ ન્યુઝ, વેરાવળ ગીરનારની લીલી પરિક્રમા અને સોમનાથ જ્યોતિર્લિંગના આંગણે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાના અવસરે વેરાવળ એસ.ટી.ડેપોમાં મહત્તમ ટ્રાફિક નોંધાયો હતો. આ બન્ને અવસરે એક્સ્ટ્રા સંચાલન થકી એસ.ટી.એ મુસાફરોને સરળ અને સુગમ પરિવહન સેવા સુવિધા પૂરી પાડી સાત દિવસમાં રુ. એક કરોડથી વધુની આવક રળી હતી. તા.૧૯/૧૧/૨૦૨૬ થી તા.૨૫/૧૧/૨૦૨૬ દરમિયાન તમામ વાહનોમાં મહત્તમ ટ્રાફિક રહેવાના કારણે આ દિવસો દરમિયાન વેરાવળ ડેપોની કુલ આવક રૂ. ૧,૦૫,૧૧,૯૦૮ જેટલી થઈ હતી એમ એસ.ટી.ડેપો મેનેજર શ્રી દિલીપ શામળા દ્વારા એક યાદીમાં જણાવાયું છે. એસ.ટી.ડેપો મેનેજર શ્રી દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર અને કન્ડક્ટર્સે…

Read More

ખેલ મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત તા.૨૯/૧૧/૨૦૨૬ થી તા. ૦૯/૧૨/૨૦૬ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૬ આયોજન હાથ ધરવાનું આયોજન છે. પહેલા ગીર સોમનાથ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા.૦૧/૧૦/૨૦૨૬ થી૨૫/૧૦/૨૦૨૬ સુધી આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ સ્પર્ધાઓ સંજોગોવસાત્ મોકૂફ રખાઈ હતી. હવે તા.૨૯/૧૧/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૬ સુધી પાર્ટ–૨ માં બાકી રહેલ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ગીરસોમનાથ જિલ્લા કક્ષાની પાર્ટ-૨ સ્પર્ધાની માહિતી લીંક https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace પરથી જાણી શકાશે.  ખેલાડીઓએ વધુ માહિતી માટે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જિલ્લા સેવા…

Read More