હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૬ આયોજન હાથ ધરવાનું આયોજન છે.
પહેલા ગીર સોમનાથ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા.૦૧/૧૦/૨૦૨૬ થી૨૫/૧૦/૨૦૨૬ સુધી આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ સ્પર્ધાઓ સંજોગોવસાત્ મોકૂફ રખાઈ હતી. હવે તા.૨૯/૧૧/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૬ સુધી પાર્ટ–૨ માં બાકી રહેલ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ગીરસોમનાથ જિલ્લા કક્ષાની પાર્ટ-૨ સ્પર્ધાની માહિતી લીંક https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace પરથી જાણી શકાશે.
ખેલાડીઓએ વધુ માહિતી માટે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.૩૧૫/૩૧૬, બીજો માળ, મુ. ઈણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ તથા તાલુકા અને જિલ્લા રમતકન્વીનરનો સંપર્ક કરવાનો રહેશે.
