કોલેજ ના પ્રથમ અને દ્વિતીય સ્ત્ર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અમરેલી ડાયનેમિક ગ્રુપની સફળ રજુઆત શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી

કોલેજ,

અમરેલીમાં યુવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સેવા-ભાવી સંસ્થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ અમરેલી દ્વારા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને લોકડાઉનની વિપરીત સ્થિતિ ધ્યાને લઈને ગુજરાત રાજયમાં વાણીજય, વિજ્ઞાન, વિનિયન શાખામાં કોલેજોના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની કારકિર્દી સ્થિર રહે તથા આગામી શૈક્ષણીક વર્ષ કોઈ પણ પ્રકારના વિલંબ વગર ચાલુ થઈ શકે તે માટે ચાલુ સાલે રાજ્ય ની યુનિ. સંલગ્ન કોલેજોમાં વાણીજય, વિનિયન, વિજ્ઞાનશાખાના પ્રથમ અને દ્વિતીય વર્ષ સેમેસ્ટર-૨ અને ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષામાથી મુક્તિ આપને માસ-પ્રમોશન આપવા માટે ધારદાર રજુઆત કરાઇ હતી જેના પગલે સંવેદનશીલ રાજ્ય સરકારના સંવેદનશીલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ લાખો યુવાનો અને વિદ્યાર્થીઓની કારકિર્દી ધ્યાને લઈ કોલેજોમાં માસ-પ્રમોશન આપવાનો નિર્ણય લીધો તેને ડાયનેમિક ગૃપ- અમરેલી તથા સૌ.યુનિવર્સીટીના લગભગ દોઢલાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આવકાર્યા છે તથા માન.મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુ.મંત્રી નિતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભારા માન્યો છે.

Related posts

Leave a Comment