ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે પાલીતાણા ખાતે નો પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

પાલીતાણા શહેરમાં આગામી તા. ૨૨/૦૩/૨૦૨૩ તથા તા. ૨૩/૦૩/૨૦૨૩ નાં રોજ જૈન ઢેબરીયો મેળો યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં પાલીતાણા છેલ્લા ચકલાથી તળેટી સુધીના જાહેર માર્ગ ઉપરની બન્ને બાજુએ તા. ૨૧/૦૩/૨૦૨૩ થી તા. ૨૩/૦૩/૨૦૨૩ (દિન-૩) માટે વાહનો પાર્કીંગ ન કરવા માટે નો પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે. આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઇપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે. સદરહું હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.

Related posts

Leave a Comment