ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે પાલીતાણા ખાતે રસ્તાઓને વન વે જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

પાલીતાણા શહેરમાં આગામી તા. ૨૨/૦૩/૨૦૨૩ તથા તા. ૨૩/૦૩/૨૦૨૩ ના રોજ જૈન ઢેબરીયો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં આવેલ રસ્તાઓને તા. ૨૧/૦૩/૨૦૨૩ સવારે ૮ વાગ્યાથી તા. ૨૩/૦૩/૨૦૨૩ રાત્રે ૧૨ વાગ્યા સુધી દિન-૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવેલ છે.

જેમાં ભાવનગર થી પાલિતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઇ, સરદારનગર ચોકડી થઇ, ગારીયાધાર રોડ ત્રણ રસ્તા થઇ સિંધી કેમ્પ મહાવીર પેટ્રોલ પંપ થઇને છેલ્લા ચકલા પાલિતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલીતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલીતાણાથી આદપુર પાલમાં જવા માટે વાયા સર્વોદય સોસાયટી થઇ આદપુર પાલનાં સ્થળે, પાલીતાણા હાઇસ્કુલથી આરીસાભુવન સામે થઇ સાદડી ભુવન ધર્મશાળા સામે થઇ ભીલવાડા થઇ વણકર વાસ, લાવારીસ એસ.ટી.સ્ટેન્ડ, ઓવરબ્રીજ ઉપરથી થઇ સીધા જ બજરંગદાસ બાપા ચોકડી થઇને બહાર જવાનું રહેશે. આદપુર પાલથી પરત આવવા માટે વાયા કંઝરડા ગામની ચોકડીથી ઘેટી રોડ થઇ ગારિયાધાર રોડ ઉપર પરત, પાલીતાણા હાઇસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઇ વાહન પાછું આવી શકશે નહિં કે પાર્ક કરી શકશે નહી.

આ જાહેરનામાની જોગવાઇમાંથી પોલીસ વિભાગના, મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલિકાએ મુકેલા વાહનોને મુકિત આપવામાં આવે છે. જાહેરનામાની અવિધ દરમ્યાન વૃધ્ધ, અશકત, યાત્રીકોને લાવવા/ લઇ જવા માટે વાહનોનાં ઉપયોગની પરવાનગી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, પાલીતાણા આપી શકશે. આ હુકમની ભંગ અગર ઉલ્લંઘન કરનારને અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજના ન હોય તેવા ફરજ ઉપરના કોઇપણ અધિકારી અધિકૃત રહેશે.

 

 

 

Related posts

Leave a Comment