રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાં આજે ૨૩ કેદીઓ સહિત ૩૯ કેસ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાં આજે એક સાથે ૨૩ કેદીઓ સહિત ૩૯ કેસ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જેથી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. પોઝિટિવ આવેલા કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૫ લોકોના મોત નિપજ્યાં છે. રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે શનિવારે રાજકોટમાં કુલ.૯૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૫ દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. એક એનાલિસિસ પ્રમાણે રાજકોટમાં છેલ્લા ૭ દિવસમાં ૧૦૦ થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૪ હજારને પાર પહોંચી ગઈ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment