ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલિક સબંધિત કચેરી/મામલતદારને જાણ કરવી

હિન્દ ન્યુઝ, ભુજ

        ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છેતા.૧૬ થી ૧૮ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ૨૪ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ/નદી-નાળા/તળાવો ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલી છે.

        લોકોએ ગફલતમાં રહીખોટા સાહસ કરી નદી/નાળા વગેરેના પાણીમાં ન્હાવા પડવાવરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવા નહી. જેથી તણાઈ જવાના તેમજ પાણીમાં ડુબી જવા વગેરે કારણોસર માનવ મૃત્યુના બનાવો ન બને. આ ઉપરાંત આકાશી વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે.

        આ અનુસંધાને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કેવરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવુંપાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં તેમજ  ન્હાવા પડવું નહીંબાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બિન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી તથા અફવાઓથી દોરાવું નહીં.

        વધુમાંઆકાશી વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ “DAMINI” એપ મોબાઇલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીઆપના વિસ્તારમાં વીજળી પડવાની  શક્યતાઓ અંગે અગાઉથી જાણકારી મેળવવા અનુરોધ છે.

        ભારે વરસાદ/પૂર/ચોમાસા દરમિયાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક સબંધિત મામલતદાર કચેરી/તાલુકા પંચાયત કચેરી તથા તાલુકાકક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૮૩૨-૨૫૨૩૪૭/૧૦૭૭ ઉપર તુરંત જાણ કરવા વહીવટી તંત્ર અને એસ.કે.વલવીમામલતદારડીઝાસ્ટર મેનેજમેન્‍ટકચ્છ-ભુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment