હિન્દ ન્યુઝ, ડીસા
ગુજરાત સરકાર દ્વારા 27 વર્ષના સુંદર વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ આ 27 વર્ષનો સુંદર વિકાસ હજુસુધી ગ્રામિણ વિસ્તારોમાં પહોંચ્યો હોય તેવું દેખાતું નથી રોજબરોજ અનેક ગ્રામિણ વિસ્તારોમાં તુટેલા ફુટેલા રોડ રસ્તાઓ કાદવ કીચડ છવાતાંના અહેવાલો દિનપ્રતિદિન બહાર આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના જુના ડીસા થી વાસણા જતાં માર્ગ પરની સમસ્યાને ગ્રામજનો દ્વારા ઉજાગર કરવામાં આવી છે ડીસા તાલુકાના વાસણા ગામથી વાસણા જુનાડીસા પ્રાથમિક કેન્દ્ર શાળાથી નવા ગોળીયા વાસણા પ્રાથમિક શાળા અને સહકારી માધ્યમિક શાળા જતાં ધોરીમાર્ગ આવેલો છે આ માર્ગની પહોળાઈ 60 ફૂટ જેટલી છે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે 10 ફૂટ થી ઓછી છે આ ધોરીમાર્ગ ઓછામાં ઓછા 50 ગામોને જોડતો માર્ગ છે દશાનાવાસથી લુણપુર જાબડીયા લોરવાડા માલગઢ કુપટ વડાવલ થઈને ભીલડી હાઇવેને જોડતો આ માર્ગ છે આ માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે આ માર્ગ પર ગાંડા બાવળ નું સામ્રાજ્ય છવાઈ ગયું છે વહીવટીતંત્રના સત્તાધીશો કે ચુંટાયેલા આગેવાનો અને નેતાઓ સાથે વાસણા ગામ પંચાયત કચેરી ખાતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આજદીન સુધી આ માર્ગનો કોઈ ઉકેલ આવેલ નથી આ માર્ગની આજુબાજુ પશુપાલકો વસવાટ કરે છે આ માર્ગ ઉપર બે બનાસ ડેરી આવેલી છે પશુપાલકો ડેરીએ દૂધ ભરવા જવું પડે છે આ માર્ગમાં વરસાદી પાણી એ ઢીંચણ સુધી ભરાઈ જતા પશુપાલકોને દૂધ ભરાવવા જતા મુશ્કેલી પડે છે જ્યારે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વરસાદી પાણી ભરાતાં અને કાદવ કીચડ છવાતાં ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાતાં હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે રોજબરોજ અવરજવર કરતાં સ્થાનિકો બાઈકો લઈને નીકળતાં લપસી પડવાની ઘટનાઓ બની રહી છે અને પશુપાલકોને ડેરીએ દુધ ભરાવા જતાં દૂધ ઢળી જાય છે તે પશુપાલકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ માર્ગ ઉપર ત્રણ શાળાઓ આવેલી છે વાસણા જુના ડીસા પે કેન્દ્ર શાળા નવા ગોળીયા પ્રાથમિક શાળા અને નવા ગોળીયા સરકારી માધ્યમિક શાળા આવેલી છે આ ત્રણેય શાળામાં વિદ્યાર્થીઓને ઢીંચણ સુધી પાણીમાં થઈને અભ્યાસ કરવા આવવું પડે છે આ માર્ગ ઉપર વધુ પ્રમાણમાં પાણી ભરાવાથી વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં પડી રહ્યા છે અને તેમના કપડા અને પુસ્તકો પણ બગડી જતાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી મુશ્કેલી ભોગવી પડે છે વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંના રહીશું વિદ્યાર્થીઓને ઉચ્ચકીને રેસકયુ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ નું નિર્માણ જોવા મળી રહ્યું છે અહીંના રહીશું પંચાયત અને સરકાર પાસે સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે ગુજરાતનો 27 વર્ષનો વિકાસ હજુસુધી જુના ડીસા થી વાસણા રોડ સુધી ગુજરાત સરકારનો વિકાસ પહોંચ્યો નથી ત્યારે લાગતાં વળગતા અધિકારીઓ ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તાત્કાલિક અસરથી જુના ડીસા થી વાસણા જતાં માર્ગ પર સ્થાનિકોને પડતી મુશ્કેલીને દૂર કરાઈ રોજબરોજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે એવી માંગ કરવામાં આવી રહી છે
રિપોર્ટર : જયંતિ પરમાર, ડીસા