હિન્દ ન્યુઝ, ભાવનગર
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઠેર- ઠેર તિરંગા ફરકતાં જોવાં મળ્યાં હતાં. નાગરિકોએ ઉત્સાહભેર આ અભિયાનને વધાવી લીધું હતું.
ત્યારે ધર્મસ્થાનકોમાં પણ ત્રિરંગા ફરકતાં જોવાં મળ્યાં હતાં. ઘોઘા તાલુકાના સણોદર ગામે આવેલ આંતરિયાળ ડુંગરની માથે આવેલ મેલડી માતાજીના સ્થાનકે મધુમાતાજી અને ભાવિકોએ ત્રિરંગો ફરકાવ્યો હતો.
પ્રકૃતિની ચાદર ઓઢેલા લીલાછમ ડુંગર પર મંદિરની ધ્વજાની સમાંતર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરાયો હતો. ડુંગરની ટોચ પર લાગેલો રાષ્ટ્ર ધ્વજ દૂર-દૂરથી લોકોનું ધ્યાન ખેંચતો હતો, છેક હાઇવે પરથી પણ ત્રિરંગો ફરકતો જોવા મળી રહ્યો હતો.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી