અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ લમ્પી રોગ સામેની લડાઈમાં જોડાયા

હિન્દ ન્યુઝ, ભુજ 

    સર્જન અને વિનાશ જેના ખોળામાં રમે છે એવા ગુરૂજનો એટલે કે શિક્ષકો ગૌ સંવર્ધન પશુધનમાં વ્યાપી રહેલા લમ્પી રોગ સામેની લડાઈમાં જોડાયા છે. ગાય માતાને ચામડીમાં ગઠ્ઠા પડવાના રોગમાંથી ઉગારવા માટે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના પ્રાથમિક શિક્ષકો મેદાને પડ્યા છે. ગાય અમારી માતા છે એવું બાળકોને શીખવાડીને આ શિક્ષકો અટક્યા નથી પણ જ્યારે ગાય માતા મુશ્કેલીમાં છે ત્યારે શિક્ષકો ખભે ખભા મિલાવીને આયુર્વેદિક પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાકની દવાથી ગાય માતાને લમ્પીમાંથી મુક્તિ અપાવવા સઘન પ્રયત્ન કરી રહ્યા છે.

        લમ્પી ચર્મ રોગ વાયરસ સામે શ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત “ગાય અમારી માતા” અભિયાન હેઠળ અંજાર તાલુકાના પ્રાથમિક શાળાના અને અંજાર નગરપાલિકાના શિક્ષકો દ્વારા આશરે ત્રણ લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે. આ ફાળામાંથી તેઓ બીઆરસી ભવન અંજાર ખાતે રોજ જવના ઔષધીય લાડુ ગાયો માટે તૈયાર કરે છે. આ ઉપરાંત રોજ ત્રણ શિક્ષકો સવારે ૯:૩૦થી બપોરના ૧:૩૦ વાગ્યા સુધી ગૌસેવા કેમ્પ અંજાર ખાતે ગાયોની સેવા કરવા માટે હાજર રહે છે. ગૌ સેવા કેમ્પમાં શિક્ષકો ગાયોને વરીયાળીનું પાણીગોળનું પાણી પીવડાવવુંડોક્ટરની સાથે રહી ગાયોના ઘા સાફ કરવાદવા લગાવવી વગેરે જેવી જરૂરિયાત મુજબની અને ડોક્ટર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે સેવા કરે છે. આ સેવા કાર્ય પાંચમી ઓગસ્ટથી શિક્ષકોએ શરૂ કર્યું છે. ઉપરાંત હાલ રજાનો સમય હોવાથી શિક્ષકો સતત ગૌસેવા કેમ્પમાં સેવા કરવા ખડે પગે હાજર રહે છે. સતત એક મહિના સુધી આ સેવા શરૂ રાખવાની નેમ શિક્ષકોએ લીધી છે.

         અંજાર તાલુકાની ૧૩ ગ્રુપ શાળામાંથી રોજની એક શાળાના ૩ શિક્ષક ૨ દિવસ વારા પ્રમાણે ગૌ સેવા કેમ્પમાં હાજર રહે છે અને શ્રી ગૌસેવા લમ્પી હંગામી હોસ્પિટલ અંજાર આઇસોલેશન સેન્ટર-3 કેમ્પમાં સેવા આપે છે.

        ગૌસેવા માટે એકત્ર કરેલ તમામ રકમ ગૌસેવામાં જ ઉપયોગ કરવામાં આવી રહી છે. શ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આ ગૌ સેવાના કાર્ય માટે પ્રતિબદ્ધ છે તેવું શ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ જ્યેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૌ માતાને સ્વસ્થ કરવાના આ સેવા સર્વે શિક્ષક સમાજના મંત્રી જીજ્ઞેશભાઈ પટેલશ્રી ગુજરાત રાજ્ય પ્રા.શિ. સમાજના કારોબારી સભ્ય નિર્મળસિંહ જાડેજાશ્રી અંજાર તાલુકા પ્રા. શિક્ષક સમાજ મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી સૂર્યાબેન પ્રજાપતિ તથા મુકેશભાઈ પટેલજયેશભાઇ પટેલકીર્તિભાઈ પટેલવાલાભાઈ બરારિયાસત્યમભાઈ પટેલસહદેવભાઈ ઠાકોર તથા અંજાર નગર પ્રાથમિક શિક્ષક રઘુભાઈ વસોયા કામગીરી કરી રહ્યા છે.

Related posts

Leave a Comment