રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા વેપારીઓ, વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર ખાતે વેપારીઓનું ઉગ્ર આંદોલન

પાટણ જિલ્લાના રાધનપુર નગર ની અંદર મેન બજારમાં ગંદકીના સામ્રાજ્યના કારણે રાધનપુરના વેપારીઓ ઉગ્ર બન્યા હતા રાધનપુર મેન બજાર જલારામ સોસાયટી પાસેથી ભવ્ય રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ઢોલ વગાડતા વગાડતા વેપારીઓ રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. વેપારીઓ દ્વારા બજારમાંથી ગંદકી દૂર કરવા ગટરો સાફ સફાઈ કરવા બજારમાં પડેલા રોડ ઉપર ખાડા દૂર કરવા માગણી સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોચ્યા. બજાર માં નાયબ કલેકટર કચેરીએ સૂત્રોચાર સાથે વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ એ વિરોધ દર્શાવ્યો હતો. નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની માગણીઓ રજૂ કરી નાયબ કલેકટર કચેરી ખાતે બજાર માંથી ગંદકી તેમજ ખાડા ટેકરા દૂર કરવા રજુઆત કરવામાં આવી હતી. રાધનપુર નાયબ કલેકટર એ તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની આપી ખાતરી.

વધુ મા વેપારીઓ એ જણાવ્યું હતું કે અમારી આર્થિક આવક બંધ થઈ ગઈ છે તેમજ નાના લારી ગલ્લા વાળાઓ ને ખુબજ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે . બજાર માં ભરાતા ગટર ના પાણી નો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે ખાડા ટેકરા દૂર કરવામાં આવે તેમજ સાફ સફાઈ કરવામાં આવે વગેરે માગણીઓ વેપારીઓ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે વેપારીઓ એ જણાવ્યું હતું કે જો તાત્કાલિક નિકાલ કરવામાં નહિ આવે તો રાધનપુર ખાતે ગાંધી ચિંધ્યા આંદોલન કરવાની ફરજ પડશે આમ, વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને સમગ્ર શહેર માં આજરોજ ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી ગંદકી દૂર કરવા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા .

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment