રાધનપુર માં ભારે વરસાદ માં રાત્રે વીજળી પડતા પંખીઘર ને નુકશાન

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર પંથક માં ૨ દિવસ વરસેલા વરસાદ ને કારણે પંખી ઘર માં નુકશાન, રાધનપુર ઠાકોર વાસ ના પંખી ઘર પર વીજળી પડતાં નુકશાન થયું હતું
રાધનપુર નગર મા બે દિવસ થી સાંજે એકાએક આકાશ માં કડા ડીબાંગ વાદળો ઘેરાયા હતા ભારે પવન ના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.રાત્રીના સમયે આકાશ માં વીજળી ના ચમકારે ગગન ભેદી ધડાકો થયો હતો,જેને કારણે રાધનપુર નગર મા વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો રાત્રે ધડાકા સાથે આકાશ માંથી વીજળી પડી હતી જેમાં રાધનપુર નગર ના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર વાસ ખાતે રોડની બાજુમાં બનાવેલ પંખીઘર ઉપર આકાશ માંથી વીજળી પડી હતી.વીજળી પડતાં પંખીઘર ના ઉપરના ભાગને નુકશાન થવા પામ્યું હતું રાત્રે ભારે વરસાદ ધડાકા સાથે વીજળી નો જોરદાર ચમકારો થતાં નાના બાળકો ભયભીત થયા હોવાનું આજુબાજુ ના લોકો દ્રારા જણાવવામાં આવ્યું હતું

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

 

Related posts

Leave a Comment