હિન્દ ન્યૂઝ, નારોલી
યોગ એ શરીરને નીરોગી બનાવતું હોઈ યોગ કરવા અતિ આવશ્યક છે, જોકે કરો યોગ રહો નિરોગ ના સૂત્રો ઠેર ઠેર જગ્યાએ જોવા મળે છે પરંતુ એક દિકરી યોગમાં ઈન્ટર નેશનલ કક્ષાએ ઝળકતા ગામનું ગૌરવ વધાર્યું છે, ત્યારે થરાદ તાલુકાના નારોલી ગામના વતની અને હાલમાં અમદાવાદના ચાંદ ખેડામાં રહેતા રમેશભાઈ હરગોવનભાઈ ની દિકરી કૃપાબેન ત્રિવેદીએ યોગામાં ઈન્ટર નેશનલ કક્ષાએ ફર્સ્ટ આવતા સમગ્ર નારોલી ગામનું ગૌરવ વધાર્યું છે, જોકે ઈન્ટર નેશનલ કક્ષામાં પ્રથમ આવતા ટ્રોફી વડે સન્માનિત કરી સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી:, થરાદ