દિયોદર જી વી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

         દિયોદર ના વખા ખાતે જી વી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે G P C l 2021 પ્લાસ્ટિક (દડી) ક્રિકેટ મેચ નું આયોજન કરાયું હતું જેમાં કુલ 16 ટિમો એ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ માં બી એસ સી સેમ 1 અને બી એ સેમ 4 ગુજરાતી ટિમ વચ્ચે સાનદાર મુકાબલો યોજાયો હતો જેમાં 33 રન થી બી એ -4 ગુજરાતી ટિમ વિજેતા બની હતી મેન ઓફ ધ મેચ માં શૈલેશ નામ ના વિધાર્થી એ 42 રન બનાવ્યા હતા.

           જ્યારે મેન ઓફ ધ સિરીઝ માં જય રાઠોડે આ ટુર્નામેન્ટ માં 185 રન બનાવ્યા હતા જેમાં આ ટુર્નામેન્ટ માં મોટી સંખ્યા માં વિધાર્થીઓ ની સાથે 33 % વિધાર્થીની પણ જોડાઈ હતી જેમાં એક સુંદર આયોજન થયુ હતું જેમાં વિજેતા ટિમ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રવિણસિંહજી વાઘેલા,ડો રાજસિંહ પરમાર,કિશોરભાઈ ચૌહાણ,સદામ મેમણ ડો એચ વી ગૌસ્વામી પણ હાજર રહેલ અને ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment