ખેડા જિલ્લામાં તા.૧૩મી માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાનુ ખેડા તાલુકામાં આગમન

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન. વડાપ્રધાન ના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ દાંડીયાત્રા ખેડા જિલ્લામા ખેડા, માતર તથા નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં તા.૧૩-૦૩-૨૦૨૧ના રોજ આ યાત્રાનુ ખેડા તાલુકામાં આગમન થશે. જેમાં પીંગળજ ચોકડી પાસે પદયાત્રીઓનુ પદાધિકારીઓ તથા ગ્રામજનો દ્વારા ઢોલનગારા સાથે સુતરની આંટીથી સ્વાગત કરાશે. ત્યારબાદ નવાગામ ખાતે ગાંધીદ્રાર, કલમબંધી વિધ્યાલય (નવાગામ) માં પ્રાર્થના તેમજ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી પગપાળા ગ્રામ્ય આગેવાનો સાથે યાત્રી નિવાસ સંસ્થા તરફ યાત્રીઓ પ્રસ્થાન કરશે તેમજ ઠાકોર સમાજની વાડી, નવાગામમાં યાત્રીઓનુ સ્વાગત, સભા આયોજન અને સાંસ્ક્રુતિક કાર્યક્રમ થશે. પે-સેન્ટર કુમારશાળા નવાગામ ખાતે યાત્રીઓ રાત્રી ભોજન કરશે અને માતર તાલુકાના નવાગામ ખાતે પદયાત્રીઓ અરવિંદો આશ્રમ તેમજ મિરામ્બીકા ઓરો સેન્ટરમાં રાત્રી રોકાણ કરશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment