હિન્દ ન્યૂઝ, દિયોદર
લવાણા ગ્રામ પંચાયત કચેરીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લવાણા ગ્રામ પંચાયત અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિભાગ લાખણી આયોજિત મહિલા સન્માન ઉત્કર્ષ અને સરકાર ની યોજનાઓ મહિલાઓ સુધી પહોંચે ગૃહ ઉદ્યોગ શરૂ થાય છેવાડા ની મહિલા કઈ રીતે આર્થિક પગભર થાય એ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસ નિમિત્તે ગામમાંથી પ્રથમ સરકારી નોકરી લેનાર જતુબેન પરમાર તથા છેલ્લા ૨૫ વર્ષથી આરોગ્ય કર્મચારી તરીકે કામ કરતા નીમુબેન દેસાઈ નું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા ઓ માટે ચાલતી વિવિધ યોજનાઓ અને સખી મંડળો બનાવી સરકાર ની ગ્રાન્ટ નો ઉપયોગ કરી આર્થિક ઉપાર્જન કઈ રીતે થાય એની સરસ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સ્ત્રી સશક્તિકરણ વિશે હેતલબા વાઘેલાએ સુંદર સ્પીચ આપી. કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સરપંચ લવાણા તાલુકા વિભાગમાંથી વાણીયા, શુસીલાબેન, પ્રાથમિક શાળા આચાર્ય દશરથભાઈ વાઘેલા, વાહજીભાઈ ચૌહાણ, વિક્રમ સિંહ વાઘેલા, પ્રકાશભાઈ નાઈ અને ગામની બહેનો, દિકરીઓ, માતાઓએ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર