ખેડા જિલ્લા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ

પેટા પ્રાદેશિક રોજગાર કચેરી નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા. ૧૨-૦૩-૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પેટા પ્રાદેશિક રોજગાર કચેરી નડિયાદ, જી.ખેડા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ૨ નોકરીદાતા હાજર રહેશે. જેમનાં દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં ધો.૧૨ પાસ કે તેથી વધુ આભ્યાસ ધરાવતા ઉમેદવારોની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઉક્ત પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ, નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે. જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ (૧) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૨) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ (૩) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) (૪) વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment