આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી નિમિતે ૯ માર્ચના રોજ એક્શન એડ સંસ્થા દ્વારા સંમેલન

હિન્દ  ન્યૂઝ, ડભોઈ

મહિલા દિવસ શું છે તે વિશે મહિલાઓને જણાવી સરકારી યોજનઓના મુદ્દા વિશે જણાવ્યુ હતું. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ડભોઇ ખાતે 250 જેટલી મહિલાઓ અને ભાઈઓને એકત્રિત કરીને સરપંચ યુનિયનની પ્રમુખ સુધીભાઈ અને નારી અદાલત ના અનિતાબેન તેમજ શુશિલા બેન ની ઉપસ્થિતિમાં મહિલાઓને નામે ચાલતી સરકારી યોજનાઓ નું આહવાન કરવામાં આવ્યું હતું. એક તરફ સરકાર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે પરંતુ પોતાના જ દેશમાં મહિલાઓ ને થતા અન્યાયો સહન કરવાનો વારો આવ્યો છે.

મહિલાઓને મળતા મૂળભૂત હક્કો પૂરતા પ્રમાણમાં મળતાં નથી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નો છેલ્લા ચાર વર્ષથી વડોદરા જિલ્લામાં એક પણ વ્યક્તિને તેનો લાભ મળ્યો નથી. જેથી ગરીબ મહિલાઓ હેરાન-પરેશાન થઈ જાય છે.કેટલીક મહિલાઓને તો રહેવા માટે ઘર નથી અને કેટલીક મહિલાને ઘર છે ત્યાં સંડાશ ની વ્યવસ્થા પણ નથી તો આ બધી આવાસ યોજનાઓ જે ફાળવવામાં આવે છે તેનો પૂરતા પ્રમાણમાં બહેનો સુધી લાભ મળતો નથી ભૂતકાળમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “મારી બહેનો ને જરૂર પડે ત્યારે તમે મને યાદ કરજો” તે શબ્દનું સંભાનુ કરીને એક્શનએડ સંસ્થા દ્વારા આ મહિલાઓનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કેટલીક મહિલાઓને પોતાના કાચા મકાન છે પરંતુ પાકા મકાન ની આવશ્યકતા છે તો શું તેને આ આવાસ યોજનાનો લાભ ન મળી શકે ? અને જો લાભ મળતો હોય તોએ ક્યાં જાય છે ? તે લાભ પ્રજા સુધી પહોંચતો નથી માટે પ્રજા અવાજ ઉઠાવી રહી છે.

માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને આ બહેનો એકત્રિત થઈ ૨૦૦૦ જેટલા પત્રો લખ્યા છે જેથી સરકારે જાગૃત બની આવી મહિલાઓ જે પછાત વર્ગમાં રહે છે તેને પૂરતા પ્રમાણમાં લાભ મળે છે કે નહીં તેની કાળજી રાખી તેના સુધી અવશ્ય લાભ તો મળવો જોઈએ. જેમાં છેલ્લા ચાર વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા જિલ્લામાં સદંતર બંધ છે અને યોજનાઓને ચાલુ કરાવવા માટે ૨૧૫ થી વધુ ભાઈઓ અને બહેનો એકત્રિત થઈ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને ૨૦૦૦ થી વધુ પત્ર લેખન આયોજન કરવામાં આવ્યું હતું. હવે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીની બહેનોને પડતી તકલીફો થી આ બહેનો એ તેમણા આપેલા શબ્દોનું સંભાનુ કયું છે અને પોતાના મોટા ભાઈ ને યાદ કયૉ છે. હવે જોવાનું છે કે બહેનો એ તો પોતાની ફરજ બજાવીને પોતાના ભાઈ ને રાજગાદી ઉપર બેસાડી દીધા પણ ભાઈ પોતાની નૈતિક ફરજ અદા કરી બહેનોને તેના હક્ક અપાવશે કે નહિ. આ ઉમીદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજમાં રહેતી બહેનો ને થતા અન્યાયો, પછાત વર્ગમાં રહેતી મહિલાઓ ને શિક્ષણ તેમજ અન્ય લાભોથી વંચિત ન રહે તેની કાળજી પળેપળ રાખતી રહી છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment