હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદની સ્થિતિમાં પણ નગરજનોને પાણી ભરાવાની કે અન્ય કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે.
આ સઘન ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય તેમજ જળનિકાલ વ્યવસ્થાને સુદૃઢ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
