દિયોદર ખાતે મહિલા દિવસ ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર મોડેલ ઇસ્કૂલ 8 માચૅ વિશ્વ મહિલા દિન ની ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત રગ્બી ફુટબોલ એસોસિએશન ઓફ ગુજરાત તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરેલ બહેનોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન સર્મિષ્ટા ચૌધરી (c.d.p.o )દિયોદર, રત્નીબેન ચૌધરી (એ.એસ આઈ.) દિયોદર, દુસ્યંત ભાઇ એમ. પટેલ (રગ્બી ડેવલોપમેન્ટ ઓફિસર) રગ્બી ફૂટબોલ એસોસિએશન ઓફ ગુજરાત, ડો.પીયૂષ ભાઈ કે.પટેલ (ges-ii) આચાર્ય મોડેલ સ્કૂલ દિયોદર, રાજુભાઈ દેસાઈ (પ્રમુખ) બનાસકાંઠા, મહિલા પોલીસ કર્મચારી, શાળા ના સીનીયર શિક્ષક પ્રહલાદભાઈ જોશી હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment