ગત વર્ષ બટાટા ના ભાવ ઊંચા હતા ચાલુ વર્ષ ગગડી ગયા ખેડૂતો ની હાલત કફોડી બની

દિયોદર મોંઘા ભાવ થી બિયારણ અને ખાતર લાવી બટાટા નું વાવેતર કર્યું પણ ભાવ તળિયે જતા ખેડૂતો માં નિરાશા

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા નું ડીસા બટાટા નગરી નું આભ ગણવામાં આવે છે અને હવે તેની સાથે સમગ્ર જિલ્લા માં મોટાભાગે ખેડૂતો બટાટા ની ખેતી કરી રહ્યા છે. ગત વર્ષ બટાટા ના ભાવ ઊંચા થતા ચાલુ વર્ષ દિયોદર તાલુકા ના મોટાભાગ ના ખેડૂતો એ ઊંચા ભાવ ની આશા એ મોંઘા બિયારણ અને ખાતર લાવી બટાટા નું વાવેતર કર્યું હતું, પરંતુ ચાલુ વર્ષ બટાટા ના ભાવ તળિયે ગયા છે.

જેના કારણે ખેડૂતો ની હાલત દયનિય બની છે. સોની ગામ ના ખેડૂતો નું કહેવું છે કે વર્તમાન સમય દરેક ખેડૂતો ને રોતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઊંચા ભાવ થી બિયારણ અને ખાતર લાવી બટાટા નું વાવેતર કર્યું હતું પરંતુ બટાટા ના ભાવ તળિયે જતા વેપારી બટાટા લેવા તૈયાર પણ નથી ખેડૂતો એ ચાર માસ સુધી રાત દિવસ મહેનત કરી ને પોતાનો માલ પકવી ને તૈયાર કર્યો હતો, પરંતુ એકાએક બટાટા ના ભાવ તળિયે જતા ખેડૂતો પરેશાન બન્યા છે. હવે ના છૂટકે કોલ્ડ સ્ટોરેજ માં મુકવાની નોબત ઉભી થઇ છે.

જેમાં દિયોદર તાલુકા માં સોની, જસાલી, ઓઢા, નવાપુરા જેવા ગામો ના ખેડૂતો પરેશાન બન્યા છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment