હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ડીસાની દીકરીઓને સન્માનિત કરી સ્ત્રી સશક્તિકરણની અનોખી પહેલ કરવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ડીસા

            ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન ભારત – બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા અનેક સેવકાર્યો કરવામાં આવે છે. કોરોના મહામારીમાં આ સંગઠન દ્વારા હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પીરસી ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ સંગઠન કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહી સેવાને લગતા અનેક કર્યો થકી બહોળી લોકચાહના મેળવવામાં સફળ રહ્યું છે. ગતરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પણ આ સંગઠન દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આર.એમ.ચાવડા બેન, ડીસા વોર્ડ નંબર 8 માંથી તાજેતરમાં જ ચૂંટાયેલ પ્રતિનિધિ ડૉ. ભાવિબેન વિપુલકુમાર શાહ તેમજ નિકિતાબેન નટવરજી ઠાકોરનું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ફોટા વાળું મોમેન્ટો તેમજ પુષ્પ ગુછ આપી અનોખું સન્માન કરવામાં આવ્યું હતું.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment