દિયોદર 500 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ નું મંદિર અહીં એક સાથે બે શિવલિંગ ની થતી હતી પૂજા

દિયોદર,

પવિત્ર શ્રાવણ મહિના ની શરૂઆત થઈ છે અને આ પવિત્ર શ્રાવણ મહિના માં અનેક તહેવારો ઉજવાય છે અને આ પવિત્ર મહિના માં જિલ્લા ના દરેક મહાદેવ મંદિરો હર હર ભોલે ના નાદ થી ગુંજી ઉઠે છે. અહીં એક સાથે એક ધારા નીચે બે શિવલિંગ ની પૂજા થતી હતી અને આજે પણ એક જગ્યા પર નીલકંઠ મહાદેવ અને દુધેશ્વર મહાદેવ ના શિવલિંગ ની થાય છે. પૂજા અર્ચના દિયોદર ખાતે આવેલ 500 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ મંદિર આવેલ છે.  આ મંદિર નો ઇતિહાસ વર્ષો જૂનો છે કહેવાય છે કે આ જગ્યા પર વર્ષો પહેલા એક સુખો અને સખો બે સંગા ભાઈ અહીં ખેતી કરતા હતા. તે સમય ખોદકામ વખતે સુખો નામ ના વ્યક્તિ ને જમીન માંથી એક શિવલિંગ નો આકાર જેવો પથ્થર મળતા આ પથ્થર ની પૂજા કરવા સુખો એ તેમના નાના ભાઈ સખા ને વાત કરી હતી પરંતુ સખા એ એવી શરત મૂકી હતી કે આજ જગ્યા પર આવોજ પથ્થર બીજો નીકળે તો તેની એક સાથે એક જળધારા નીચે પૂજા કરીશું. આમે આપણ ને આ જમીન માંથી ઘણું ધન મળ્યું છે, તેવું કહેતા મોટા ભાઈ એ ખોદકામ કર્યું હતું અને તેજ જગ્યા પર થી અન્ય એક પથ્થર મળી આવ્યો હતો પરંતુ એક સાથે બે શિવલિંગ ની પૂજા ના કરવા મોટાભાઈ એ નાના ભાઈ ને વિનતી કરી હતી પરંતુ નાના ભાઈ ની જીદ થી આખરે વર્ષો થી આ જગ્યા પર એક સાથે એક જળધારા નીચે બે શિવલિંગ ની પૂજા થતી હતી.

જેમાં એક શિવલિંગ નીલકંઠ મહાદેવ ના નામે પૂજવામાં આવે અને બીજો શિવલિંગ દુધેશ્વર મહાદેવ ના નામે પૂજા થતી હતી અને અહીં એક મંદિર નું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. અહીં વર્ષો સુધી ભક્તો શ્રાવણ મહિના માં એક સાથે બે શિવલિંગ ની પૂજા અર્ચના કરતા હતા.  આજે પણ અહીં આ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર ના નામે પૂજાય છે અને અહીં અત્યારે મંદિર માં શિવલિંગ નીલકંઠ મહાદેવ મંદિર ના નામે પૂજાય છે અને મંદિર બહાર એક શિવલિંગ દુધેશ્વર મહાદેવ ના નામે પૂજાય છે. અહીં ભક્તોના મન માં શ્રદ્ધા સાથે હર હર ભોલે ના નાદ થી નારા લગાવે છે. 18 વર્ષ પહેલાં અહીં પ્રતિષ્ઠા કરી દુધેશ્વર મહાદેવ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું.  વર્ષો થી એક જલાધારી માં એક સાથે નીલકંઠ મહાદેવ અને દુધેશ્વર મહાદેવ ના શિવલિંગ ની પૂજા થતી હતી

પરંતુ આજ થી 18 વર્ષ પહેલાં દિયોદર ના ભક્તો દ્વારા ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા યોજી દુધેશ્વર મહાદેવ ના શિવલિંગ ને અલગ કરી અન્ય એક મંદિર નું નિર્માણ કરી એક સ્થળ પર અલગ અલગ જગ્યા પર આજે પણ ભક્તો દ્વારા બીલીપત્ર ,પાણી ,દૂધ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. સુખો અને સખા ને કોઈ સંતાન ના હોવાથી પોતાનું ધન મંદિર પાછળ વાપર્યું હતું. નીલકંઠ મહાદેવ અને દુધેશ્વર મહાદેવ એક સાથે અહીં બે શિવલિંગ એક જલાધારા નીચે પૂજવામા આવે છે ત્યારે સુખો અને સખા ને સંતાન માં કોઈ ન હોવાથી બંને ભાઈ ઓ એ પોતાના ની પાસે રહેલ ધન આ જગ્યા પર મંદિર બાંધવા પાછળ વાપર્યું હતું અને અહીં મંદિર નું નિર્માણ પણ થયું હતું .

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment