નડિયાદ ખાતે ગ્રામ હાટને ખુલ્લુ મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

             સખી મંડળની બહેનો દ્રારા ઉત્પાદિત વસ્તુઓનુ સીધુ વેચાણ અર્થે તા. ૮ માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમીતે નડિયાદ ખાતે આજુબાજુના ગામોની સખી મંડળ દ્રારા (સખી મોલ- નારી શક્તિની આજીવિકાની પહેલ) સખી મંડળની બહેનો દ્રારા ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કેન્દ્ર જિલ્લા ગ્રામ હાટ-ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ દ્રારા ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે ગ્રામ હાટને ખુલ્લુ મુકતા જણાવ્યુ હતુ કે, આજે મને ખુબ આનંદ થાય છે કે, આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમીતે ગ્રામ્ય કક્ષાની મારી બહેનોને આર્થિક સધ્ધરતાના માર્ગ ખુલ્લા થશે અને તેઓની પ્રગતિને વેગ મળશે. તેઓએ સખી મંડળના સ્ટોર્સની મુલાકાત લઈ બહેનોની પ્રવ્રુતિને બિરદાવી હતી. બહેનો દ્રારા બનાવવામાં આવેલ વસ્તુઓની બારીકાઇથી ચકાસણી કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓએ બહેનોને તેમની બનાવટની ચીજવસ્તુઓનુ બજાર મળી રહે તે માટે જરુરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામ હાટમાં મહિલાઓએ જાતે વસ્તુ બનાવી તેમનુ વેચાણ કરવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડિ.એસ ગઢવી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હત

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment