હિન્દ ન્યૂઝ, રાજકોટ
આ આયોજનમાં ૭ વર્ષથી લઈને ૭૧ વર્ષ સુધીના જ્ઞાતિજનો જોડાયા
રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ ની યુથ વિંગ દ્વારા પ્રદૂષણ અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભારતની મોઢ વણિક જ્ઞાતિની સર્વ પ્રથમ અને ઐતિહાસિક કહી શકાય એવી મોઢ સાયક્લોફન રાઈડ-2021 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં મોઢ વણિક જ્ઞાતિ ના અંદાજે 400 થી વધુ લોકો એ ભાગ લીધો હતો.
રાજકોટ મોઢ વણિક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સાયક્લોફન રાઈડ નું સવારે વાગ્યે 6:30 કલાકે પ્રસ્થાન શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અને વોર્ડ નંબર-૭ ના નવનિયુક્ત કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ અને ગારડી વિદ્યાપીઠના યુવા સંચાલક જય ધર્મેન્દ્રભાઈ મહેતા, રાજકોટ શહેર નાં યુવા અગ્રણી બિલ્ડર ગોપીભાઈ પટેલ, યસભાઈ રાઠોડ, હેમલભાઈ મોદી, તુષારભાઇ પટેલ, ડો.અતુલભાઇ વોરા, શ્રીમતી ગીતાબેન પટેલ, અશ્વિનભાઈ, ડો. દિપકભાઈ પારેખ, ડો.ચિરાગભાઈ ગાંધી, ડો.ક્રિનાબેન ગાંગડીયા, તેમજ ચેતનભાઇ પારેખ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ આયોજનમાં જ્ઞાતિજનો દ્વારા પાંચેક કિલોમીટરના વિસ્તારમાં સાઈકલિંગ કરી લોકોને પર્યાવરણ જાગૃતિ નો સંદેશ આપવામાં આવ્યો હતો. પાંચ કિલોમીટર ની આ મોઢ સાયક્લોફન રાઈડ રાજપૂત પરા મોઢ વણિક વિદ્યાર્થી ભવન થી પ્રારંભ થઈને માલવીયા ચોક , યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ રિંગરોડ, કિશાનપરા ચોકથી મહિલા કોલેજ ચોક અને ત્યાંથી એસ્ટોન ચોક, સરદાર નગર મેઇન રોડ થઈ મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે આ મોઢ સાયક્લોફન રાઈડ સંપન્ન થઇ હતી.
રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા આયોજિત મોઢ સાયક્લોફન રાઈડ માં ભાગ લેનાર તમામ જ્ઞાતિજનો ને મેડલ, સર્ટીફીકેટ તેમજ એક ઉપહાર આપવામાં આપવામાં આવ્યું. સાથો સાથ ભાગલેનાર નો જુસ્સો વધારવા ડી.જે. ની વ્યવસ્થા તેમજ આકર્ષક ઇન્સ્ટાગ્રામ ની થીમ પર સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયા હતા. આ આયોજન ની સાથે સાથે અલ્પાહાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ ના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કિરણ છાપીયા, ઉપપ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વિન વડોદરિયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નિતિન વોરા, ટ્રસ્ટીઓ જગદીશ વડોદરિયા, ઇલેશ પારેખ, આશિષ વોરા, યુથ વિંગ ના કન્વીનર શ્રેયાંસ મહેતા, સહ કન્વીનર પ્રશાંત ગાંગડીયા, શ્યામલ પારેખ, દર્શિત વોરા, અંકિત મહેતા, ચિંતન વોરા, યેશા પારેખ, પ્રતીક પારેખ, રજત વોરા, શૈલજા શાહ, આકાશ દોશી, સૌમિલ દોશી, ઋચીત્ દોશી, રાજદીપ શાહ, કમલેશ પારેખ, સુનિલ બખાઈ, અજય પરીખ, નયન પરીખ તેમજ યતીન ધાફાણી નાઓએ ખૂબ જહેમત ઉઠાવી આ આયોજનને સફળ કર્યો.
રિપોર્ટ : તુષાર પરીખ, રાજકોટ