ડીસા તાલુકા ના રોબસ મોટી ગામે કોરોના વેકસીન આપવા માં આવ્યું

હિન્દ ન્યૂઝ, ડીસા

          ડીસા તાલુકાના રોબસ મોટી ગામે કોરોના વેકસીન નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉમટ્યા હતા. ડીસા તાલુકા ના કુચાવાડા પી.એચ.સી સેન્ટર ની ટીમ દ્વારા આ રસીકરણ આપવામાં આવ્યું હતું. રોબસ મોટી પ્રાથમિક શાળામાં આ રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં કોરોના વેકસીન અનેક લોકોને આપવામાં આવી. કુચાવાડા પીયુસી સેન્ટર દ્વારા જનજાગૃતિ મળે તે માટે લોકોને સાચી માહિતી પણ લોકો સુધી પહોંચાડી તેમાં રોબસ મોટી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં કુચાવાડા સંતોષબેન જાટ દ્વારા લોકોને અનેક માર્ગદર્શન તેમજ કોરોના ની રસી થી કોઈએ ગભરાવવા ની જરૂર નથી જેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment