ગિર સોમનાથ જિલ્લા ના પ્રભાસ પાટણ મા પટની જમાતખાના ખાતે મુસ્લિમ સમાજના શિક્ષિત યુવકો/ યુવતિઓ માટે સરકારી સર્વિસ તેમજ ગૃહ ઉદ્યોગ (સ્વરોજગારી) મેળવવા માટે નો માર્ગદર્શન સેમીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, ગિર સોમનાથ

સરકારી નોકરીઓ મેળવવા તેમજ ગૃહ ઉદ્યોગ માટેની તૈયારીઓ કરવાની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ

સમાજમાં શિક્ષણ નું પ્રમાણ વધારવા, સરકારની યોજનાઓ નો લાભ સર્વે લોકો સુધી પહોંચાડવા, ડોક્યુમેન્ટસ વેરિફિકેશન ના કેમ્પો રાખવા, જરૂરિયાતમંદ/ વિધવા/ તલાકસુદા બહેનોને ગૃહઉદ્યોગ થકી રોજગારી મેળવી પગભર કરવા વિગેરે બાબતોની ચર્ચાઓ આ પ્રોગ્રામમાં કરવામાં આવેલ.

આ સેમિનાર ની સૌથી મહત્વની વિશેષતા એ હતી કે મોટી સંખ્યામાં મહિલાઓ એ હાજરી આપેલ હતી.

સરકાર દ્વારા આપવામાં આવતી ગૃહઉદ્યોગ (સ્વરોજગારી) સહાય મેળવવા માટે 10 ,10 બહેનો ના 4 ગ્રુપ બનેલા તેઓ સ્વનિર્ભર બને તેના માટે આયોજકો દ્વારા દરેક રીતે સહાયરૂપ થવાની તેમજ પ્રભાસ પાટણ ના સવૅ આગેવાનો દ્વારા સરકારી નોકરી મેળવવા માટે શાહીન કોલોની ખાતે ચાલી રહેલ ક્લાસીસમાં લાયબ્રેરી બનાવવા માટે ની બાંહેધરી આપવામાં આવેલ.

પ્રોગ્રામમાં મુખ્ય મહેમાનો તરીકે અમદાવાદ થી પધારેલા નિશાર અહેમદ બી. શેખ (રિટાયર્ડ એડિશનલ રજીસ્ટાર – ગુજરાત સહકાર અને ડેરી વિકાસ બોર્ડ, સચિવાલય ગાંધીનગર), યુસુફભાઈ પાકિજા, કાસમભાઈ પટેલ, હારૂનભાઈ મોઠિયા, સલીમભાઈ મુન્શી, આશિફભાઈ મુનશી, ફારૂક ભાઈ પેરેડાઈઝ, મુસાભાઈ વાકોટ, યાસીનભાઈ, અયાઝ ભાઈ કાલવાત, સલીમભાઈ સોડાવાલા, અનિશ ચૌહાણ સર, ઈરફાન મુન્શી સર, હનિફભાઈ પટેલ, હસનભાઈ કૌશર, મુસ્તકિમ ભાઈ વાજા તેમજ દરેક જ્ઞાતિના પટેલ આગેવાનો તેમજ સામાજિક કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ.

ફારૂક મલિક પેરેડાઈઝ, આશિફભાઈ મુન્શી તથા ચાંદની કેરિયર એકેડમીએ પ્રોગ્રામને સફળ બનાવવા આર્થિક રીતે મદદ કરી તથા આ પ્રોગ્રામમાં સેવા આપી ભાડે જહેમત ઉપાડેલ તથા સમાજના વિકાસ માટે આવા કાર્યક્રમો આગળ પણ થતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.

મતભેદો ભુલી એકતા અને ભાઈચારાને ટકાવી રાખી શિક્ષિત વડીલો અને યુવાઓએ આગળ આવી સમાજના ડેવલપમેન્ટ માટેનાં પોઝિટિવ પ્રયાસો કરી સાથ સહકાર આપવા ની અપીલ કરી.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, મોડાસા

Related posts

Leave a Comment