હિન્દ ન્યૂઝ, નડિયાદ
આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન.વડાપ્રધાન સાહેબના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ દાંડીયાત્રા ખેડા જિલ્લામા ખેડા, માતર તથા નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. યાત્રાના પદયાત્રીઓ તથા દાંડી યાત્રાના સુચારુ આયોજન માટે લાયઝન અધિકારીઓની નિમણુક કરવામાં આવેલ છે. જે મુજબ તા.૧૩-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓના રાત્રીરોકાણ માટે માતર મુકામે અરવિંદો આશ્રમ અને મિરામ્બીકા ઓરો સેન્ટર ફાળવવામાં આવ્યા છે. તેમજ ખેડાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ઉમંગ પટેલની લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
તા.૧૪-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓના વિરામ માટે પ્રાથમિક શાળા ગોવિંદપુરા ફાળવવામા આવેલ છે. તથા ખેડાના તાલુકા વિકાસ અધિકારી અર્જુન ટોળીયાની લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
તા.૧૪-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓના રાત્રીરોકાણ માટે માતર મુકામે અરવિંદો આશ્રમ અને મિરામ્બીકા ઓરો સેન્ટર ફાળવવામાં આવ્યા છે. તેમજ ખેડાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ઉમંગ પટેલની લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
તા.૧૫-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓને વિરામ માટે ડભાણ ગામ ખાતે પટેલ વાડી તા.નડિયાદ ફાળવવામાં આવેલ છે. તથા વી.ડી.રાઠોડ,મામલતદારશ્રી(ગ્રામ્ય)ને લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
તા.૧૫-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓ નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર/.સ્પોર્ટ્સ સંકુલ, નડિયાદ રાત્રીરોકાણ કરશે અને એમ.કે.પ્રજાપતિ, પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર, નડિયાદને લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
સમગ્ર યાત્રારૂટના લાયઝન અધિકારી તરીકે આર.ટી.ઝાલા, ,નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદની નિમણૂંક કરવામાં આવી છે.
રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ