કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓ માટે વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન” સેશનનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, કચ્છ 

    કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ માટે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી ભુજ ખાતે એક વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન સેશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સરકારી કામકાજ અને જવાબદારીઓ વચ્ચે અધિકારીઓ તણાવમુક્ત રહી શકે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે આશયથી આ અનોખા સાઉન્ડ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશ્રી અનિલા ગડા દ્વારા વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન સેશન’ માં અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. થેરાપ્યુટિક સાઉન્ડથી “ડીપ રેસ્ટ”, ધ્વનિ તરંગોની મદદથી શરીરના તણાવને દૂર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે સાઉન્ડ મેડિટેશનને ખૂબ જ અસરકારક ગણાવી રોજિંદા જીવનમાં ઉતારવા સૂચન કર્યું હતું. કચ્છ જિલ્લા કલેક્ટરશ આનંદ પટેલની આ અનોખી અને સ્વાસ્થ્યલક્ષી પહેલને કચ્છના તમામ અધિકારીઓએ બિરદાવી હતી. અધિકારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દૈનિક વહીવટી કામગીરી અને સતત વ્યસ્તતા વચ્ચે ‘સાઉન્ડ મેડિટેશન’ જેવા આયોજનો શારીરિક-માનસિક સમતુલા જાળવવા તેમજ નવી ઊર્જાનો સંચાર કરવા માટે મદદરૂપ બને છે. કલેક્ટરશ્રીના આ પ્રેરણાદાયક અને હકારાત્મક અભિગમને સૌ અધિકારીઓએ આવકાર્યો હતો. અધિકારીઓએ આ સેશનને મનને એક નવી ઉર્જા સાથે ભરી દેનારું અને શાંતિ આપનારું સેશન ગણાવ્યું હતું. ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓએ સાઉન્ડ મેડીટેશનને અસરકારક જણાવીને પોતાના રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

આ સેશન દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, સિવિલ ડીફેન્સના એડિશનલ કલેક્ટર ભરત પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારી

તેમજ કચ્છમિત્રના તંત્રી દિપક માંકડ, મદદનીશ તંત્રી નીખિલ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment